તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd February 2025
અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઉત્તર પ્રદેશની ત્રણ સગી બહેનોએ ભાગ લીધો : બેએ બાજી મારી
વારાણસીની રંજના યાદવ પ્રથમ અને બંધના યાદવ ચોથા ક્રમે વિજેતા બની

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઉત્તર પ્રદેશના વારાણસીની ત્રણ સગી બહેનોએ ભાગ લીધો હતો. જેમાંથી બે બહેનોએ બાજી મારી હતી. પ્રથમ ક્રમે રંજના યાદવ અને ચોથા ક્રમે બંધના યાદવ રહી હતી.
પ્રથમ ક્રમે રહેલી રંજના યાદવ કહે છે કે, અખિલ ભારતીય ગિરનાર આરોહણ આવરોહણ સ્પર્ધામાં ચોથી વખત ભાગ લીધો છે, આ પૂર્વેની ૩ સ્પર્ધામાં પણ ટોપ થ્રીમાં સ્થાન મેળવ્યું હતું. પ્રથમ વખત વર્ષ ૨૦૨૨માં ત્રીજો, ૨૦૨૩માં પ્રથમ અને ૨૦૨૪ માં બીજા ક્રમે વિજેતા રહી હતી.
ધોરણ - ૧૧માં અભ્યાસ કરતી રંજના યાદવ વોકીંગ ચેમ્પિયનશિપમાં નેશનલ ખેલાડી રહી છે. તેઓ જણાવે છે કે, રમત ગમત ક્ષેત્રમાં આગળ વધવા માટે એથ્લેટિક્સની તૈયારીઓ કરી રહી છું, જેમાં ખાસ ૩૦૦૦ મીટર વોક રેસમાં આગળ વધવા માટે વિશેષ તૈયારીઓ કરી રહી છું. વધુમાં તેમણે કહ્યું કે, ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓ માટે કાશી વિશ્વનાથ મંદિર અને ઘાટની સીડી પર પૂર્વ તૈયારીઓ કરી હતી.
રંજના, બંધના અને સાધના યાદવે ગિરનાર આરોહણ સ્પર્ધામાં ભાગ લેવાનો આનંદ વ્યક્ત કરવાની સાથે ગુજરાત અને જૂનાગઢના આતિથ્યને પણ વખાણિયું હતું.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
