તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd February 2025
ગિરનાર સ્પર્ધામાં સ્પર્ધકોને જરૂરી સારવાર આપવા મેડિકલ ટીમ સતત ખડે પગે રહી
સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા સ્પર્ધા પૂર્ણ કરીને આવેલા સ્પર્ધકોને જરૂરી સામાન્ય સારવાર જરૂરી આપી

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ: ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં ગંભીર ઈજા થવાની પણ શક્યતાઓ હોય છે. ત્યારે ૧૭મી અખિલ ભારતીય આરોહણ અવરોહણ સ્પર્ધામાં સ્પર્ધકોને જરૂરી સારવાર આપવા માટે મેડિકલ ટીમ સતત ખડે પગે રહી હતી.
મંગલનાથ બાપુની જગ્યા કાર્યરત કરાયેલ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા સ્પર્ધા પૂર્ણ કરીને આવેલા સ્પર્ધકોને જરૂરી સામાન્ય સારવાર જરૂરી આપવામાં આવી હતી.
ગિરનાર સ્પર્ધામાં સ્પર્ધકોને ક્રેમ્પ્સ, સોજો આવી જવો, નસ ચડી જવી, કે પડી જવાથી છોલાઈ જવું જેવી સામાન્ય ઈજાઓ થઈ હતી. જેથી સિવિલ હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા સ્પર્ધકોની સારવારની જરૂરિયાત મુજબ દર્દમાં રાહત કરતી પેઈન કિલર, ડાયક્લોફિનાક જેલથી સારવાર કરવામાં આવી હતી.
ઉપરાંત દર્દમાં રાહત આપતા બેન્ડીટ (ગરમ પાટા) બાંધી આપવામાં આવ્યા હતા અને જરૂરી ડ્રેસીંગ પણ કરવામાં આવ્યું હતું. આમ, સ્પર્ધકોને જરૂરી સારવાર આપવા માટે મેડિકલ ટીમ સતત ખડેપગે રહી હતી.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
