<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

મોરબી કમિશ્નરનું સરપ્રાઈઝ ચેકીંગ

કચરો ઉપાડવાની અને દંડ ભરવાની ના પાડતા દુકાન સિલ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૩: રવાપર રોડ ઉપર આજે મ્‍યુનિસિપલ કમિશનર સ્‍વપ્‍નિલ ખરેની આગેવાનીમાં મહાપાલિકાની ટિમે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં દુકાનોમાં પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક અને સ્‍વચ્‍છતાને લઈને તપાસ કરવાના આવી હતી. જે દુકાનોમાંથી પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક મળ્‍યું હતું તેની સામે દંડનિય કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે જે દુકાનો બહાર કચરો જોવા મળતો હતો તેમને પણ દંડ ભરાવીને તેની પાસે જ કચરો લેવડાવામાં આવતો હતો.

જો કે આ ઝુંબેશ દરમિયાન ગો કલર્સ નામની એક લેડીઝ વેરની દુકાનની બહાર પણ કચરો પડ્‍યો હોય, તેને અંદાજે રૂ.૨ હજાર જેટલો દંડ ફટકારવામાં આવ્‍યો હતો. ઉપરાંત કચરો ત્‍યાંથી હટાવવાનું પણ કહેવામાં આવ્‍યું હતું. જો કે દુકાનદાર દંડ ભરવામાં અને કચરો હટાવવા માન્‍યા ન હતા. જેને પગલે દુકાન જ સિલ કરાવવાની કડક કાર્યવાહીના આદેશ આપતા મહાપાલિકાની ટીમે દુકાન સિલ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે કચરો હટાવવા અને દંડ ભરવાના મુદે દુકાન સિલ કરવામાં આવી હોય, તેવો મોરબીમાં પ્રથમ કિસ્‍સો નોંધાયો છે.

(12:20 PM IST)