News of Monday, 3rd February 2025
જુનાગઢના મહાદેવ ભારતીબાપુની મહામંડલેશ્વર તરીકે નિયુકત કરાયા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩ :.. જુના અખાડાના શ્રી મહંત આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદ ભારતીબાપુના શિષ્ય શ્રી ભારતી આશ્રમ જુનાગઢના લઘુ મહંત પૂ. મહાદેવ ભારતીબાપુને પ્રયાગરાજ મહાકુંભ ખાતે શ્રી પંચદશનામ જુના અખાડામાં મહામંડલેશ્વરના પદની નિયુકતી કરવામાં આવેલ છે.
પૂ. મહાદેવ ભારતીબાપુ નિર્મળ સ્વભાવ અને તેમની સાધના અને ગુરૂ ભકિત સેવા બદલ તેમને આપદ ઉપર નિયુકત કરવામાં આવ્યા છે. જે બદલ ભારતી આશ્રમ ખુબ હર્ષ અને ગૌરવની લાગણીઓ અનુભવે છે. તેમજ ઉતરોતર પ્રગતિ કરે અને સનાતન હિંદુ સંસ્કૃતિનું જતન અને પ્રચાર કરતા રહે તેવી ભારતી આશ્રમના સેવક સમુદાય શુભેચ્છા પાઠવી રહ્યો છે.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
