News of Monday, 3rd February 2025
દ્વારકા પાલિકામાં ફરીથી ભાજપનો ભગવો લહેરાય તેવી શકયતા :મતદાન પહેલા જ ભાજપે ૮ બેઠકો બિનહરીફ જીતી
વોર્ડ નંબર ૪માં તમામ સભ્યોને બિનહરીફ :વોર્ડ નંબર ૩ના ૩ સભ્યો અને વોર્ડ નંબર ૭માં એક સભ્યને બિનહરીફ જાહેર

દ્વારકા તા. ૩: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે દેવભૂમિ દ્વારકામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં મતદાન પહેલા જ શાસક ભાજપે દ્વારકા નગર પાલિકાની ૮ બેઠકો બિનહરીફ જીતી લીધી છે. આ સાથે જ દ્વારકા નગર પાલિકામાં વધુ એક વખત ભાજપનો ભગવો લહેરાય તેવી શકયતા પ્રબળ બની ગઈ છે.
અત્યારે દેવભૂમિ-દ્વારકા સહિત સમગ્ર ગુજરાતમાં નગર પાલિકાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયેલું છે. તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં ભાજપે ચૂંટણી પૂર્વે મોટો દાવ લગાડી દીધુ હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.
આ સાથે જ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, ભાજપ માટે નગર પાલિકામાં ફરીથી સત્તાના સિંહાસન પર આવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
