News of Monday, 3rd February 2025
હત્યાનો આરોપી સંજય દેવશીએ મેરામણ લંગીનો અગાઉ ખાસ માણસ હતો
ભૂતકાળમાં કોઇ કારણથી માથાકુટ બાદ મેરામણ અને સંજય સાથેના સંબંધ તુટી ગયેલ અને જેના જુના મનદુઃખથી સંજયે ચાકુ વડે હુમલો કરીને મેરામણનું ઢીમ ઢાળી દીધેલઃ નાસી ગયેલ આરોપીને પકડવા પોલીસ દ્વારા ઠેરઠેર તપાસ જેની હત્યા થયેલ તે મેરામણ લંગી મહેર સમાજના અગ્રણી ભીમા દુલાનો ભાણેજ થાય છે મેરામણ લંગી સામે ગંભીર પ્રકારના અગાઉ ૧૪ ગુન્હા નોંધાયેલઃ અગ્રણી મુળુભાઇ મોઢવાડીયા ખુન મેરામણનું નામ ખુલ્યું હતું

(પરેશ પારેખ, પ્રકાશ પંડિત દ્વારા) પોરબંદર-આદિત્યાણા તા. ૩ :.. બખરણામાં કુખ્યાત ગણાતા મેરામણ ખૂંટી ઉર્ફે મેરામણ લંગીની હત્યામાં નામ ખુલેલ આરોપી સંજય દેવશીભાઇ ઓડેદરાએ અગાઉ મેરામણ લંગીનો ખાસ માણસ હતો અને કોઇ કારણથી માથાકુટ બાદ ભૂતકાળમાં મેરામણ અને સંજય વચ્ચેના સંબંધ તુટી ગયેલ હતા જેનું લાંબા સમયથી ચાલ્યા આવતા મનદુઃખથી આરોપી સંજય દેવશીએ ચાકુ વડે હુમલો કરીને મેરામણ લંગીની હત્યા કરીને નાસી ગયેલ છે.
બખરણામાં મેરામણ લંગીની હત્યા બાદ ફરાર થઇ ગયેલ આરોપી સંજયને પકડવા પોલીસે ઠેરઠેર શોધ ચલાવી રહી છે.
મેરામણ ઉપર ચાલુ વડે જીવલેણ હુમલા વખતે આરોપી સંજય સામે અન્ય અજાણ્યા શખ્સો હતા અને હત્યા બાબતે સંજય અને અજાણ્યા શખ્સો સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.
બખરણાના મેરામણ ખુંટી સામે અનેક ગંભીર પ્રકારના ગુના નોંધાયેલ હતા. ઉપરાંત ર૦૦૬ માં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાના ટેકેદાર ગણાતા મુળુભાઇ મોઢવાડામાંના મર્ડરમાં પણ આ મેરામણ લંગીનું નામ આરોપી તરીકે ખુલ્યું હતું.
મેરામણ લંગીનું બરડા પંથકમાં એકદમ ખુંખાર તરીકે ગણતા થતી હતી. તેને એક કૂર શખ્સ ગણવામાં આવતો હતો. તેવી ચર્ચા છે. મેરામણ બરડા પંથકના બોરીચાના ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરાના ભાણેજ થતો હતો. બખરણા ગામનો ઇતિહાસ જ કાંઇ જુદો છે. અગાઉ સરમણ મુંજા જાડેજાની હત્યા પણ આ બખરણા ગામે એક પ્રોગ્રામમાં કરવામાં આવી હતી. સ્થાનીક ચૂંટણીઓ વખતે જ બરડા પંથકમાં મર્ડર થતા ફરીથી ગેંગ વોરની યાદ તાજી થઇ હોવાની લોકો દહેશત સેવી રહ્યા છે.
બખરણામાં મેરામણની હત્યા સંબંધે ચર્ચીત બન્યું છે કે મેરામણના જૂનો ખાસ માણસ આરોપી સંજય કેટલાંક સમયથી મેરામણના ઘેર દારૂ, પીને માથાકુટ કરતો હતો.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
