News of Monday, 3rd February 2025
જુનાગઢ મનપા ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં અન્યાયથી કડિયા સમાજ ભાજપથી નારાજ
વર્ષોથી ભાજપને વફાદાર સમાજના નિર્ણાયક મતની અવગણનાથી રોષ પ્રમુખ વિવેક ગોહેલ સહિતના આગેવાનોની વડાપ્રધાન સહિતનાઓને ફરિયાદ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા. ૦૩ :જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના એક પણ વ્યક્તિને ટિકિટ નહીં આપવામાં આવતા ભાજપ સામે નારાજગી વ્યાપી છે.
આ મામલે કડિયા સમાજના યુવા પ્રમુખ વિવેક ગોહેલ સહિત આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રદેશ અધ્યક્ષ, પ્રભારી સહિતનાઓને પત્ર દ્વારા નારાજગી વ્યક્ત કરી છે.
જેમા કડિયા સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, કડિયા સમાજને એક પણ વ્યક્તિને ટિકિટ ન આપી ભાજપ એ સમાજને અન્યાય કર્યો છે ૨૦૧૯ની ચૂંટણીમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ ધીરુભાઈ ગોહેલને અગાઉથી મેયર જાહેર કર્યા હતા અને તેઓને અમેરિકાથી બોલાવી ટિકિટ આપવામાં આવી હતી ત્યારે ભાજપ અને ૫૪ બેઠક મળી હતી.
વોર્ડ નંબર ૯, ૧૦, ૧૩ અને ૧૪માં બહોળી સંખ્યામાં કડિયા સમાજના મતદારો છે જે મતદાર નિર્ણાયક છે. કડિયા સમાજના લોકો ભાજપ સાથે વફાદારી પૂર્વક રહે છે ત્યારે જુનાગઢ મનપાની ચૂંટણીમાં એક પણ ટિકિટ ન આપી ભાજપએ અન્યાય કરતા કડિયા સમાજમાં ભારે નારાજગી વ્યાપી છે.
ખોડીયાર સમાજના પ્રમુખ અને પૂર્વ મેયર સ્વ. ધીરુભાઈ ગોહિલના ુપુત્ર વિવેકભાઈ ગોહેલે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર નવમાં અમારા સમાજના મતદારોની સંખ્યા નિર્ણાયક છે આ વોર્ડમાંથી મારા પિતા વિજેતા થઈ મેયર બન્યા હતા કડિયા સમાજના પ્રમુખ તરીકે તેમજ મારા સમાજના આગેવાનોએ ટિકિટ માંગી હતી વોર્ડ નંબર ૯માં પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર પાર્થ કોટેચાને ટિકિટ આપી છે આ ઉપરાંત વોર્ડ નંબર ૧૦, ૧૩ અને ૧૪માં કડિયા સમાજના ઉમેદવારોની ટિકિટ કાપવામાં આવી છે.
આ મુદ્દે રવિવારે સાંજે કડિયા સમાજના આગેવાનોની બેઠક મળી આવી હતી. જેમાં આગેવાનોએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર ૧૦ પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચાનો વોર્ડ છે વોર્ડ નંબર ૧૦ના બદલે તેના પુત્રને વોર્ડ નંબર ૯ માં ટિકિટ આપી શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ ડેપ્યુટી મેયરએ કડિયા સમાજનું રાજકારણ પૂરું કરવા માટેના પ્રયાસો કર્યા હોવાનો આક્ષેપ કરીને રોષ વ્યક્ત કર્યો હતો
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
