<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

વસંતપંચમીના પર્વ પર જામનગર શ્રી 5 નવતનપુરી ધામના નૂતન મંદિરે શિલા મહાપૂજા

જામનગર::જામનગરમાં આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયની આચાર્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરનું 400 વર્ષ બાદ 2024માં અક્ષય તૃતીયા-અખાત્રીજના શુભ દિવસે શિલાન્યાસ સંપન્ન થયા બાદ વસંતપંચમીના પાવન અવસરે શ્રીકૃષ્ણ પ્રણામી સંપ્રદાયના જગદ્દગુરુ આચાર્ય અનંતશ્રી વિભૂષિત શ્રી કૃષ્ણમણીજી મહારાજ, શ્રી 5 મહામંગલ પૂરી ધામ- સુરતના આચાર્ય શ્રી 108 સૂર્યનારાયણજી મહારાજ સહિતના અનેક સંતો મહંતો અને સુંદરસાથજી ભાવિકોની ઉપસ્થિતિમાં શિલા મહાપૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રણામી ધર્મના અનુયાયીઓએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. આ પ્રસંગે દાતા પરિવાર અને ઉપસ્થિત રહેલા સુંદરસાથ ભાવિકોએ શિલા સ્થાપન વેળાના સાક્ષી પણ બન્યા હતા. તેમ પ્રણામી ધર્મના યુવા અગ્રણી કિંજલ કારસરીયાની યાદીમાં જણાવાયું છે.(તસ્વીર-અહેવાલ:મુકુંદ બદિયાણી-જામનગર)

(12:10 PM IST)