<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

શ્રી વીરબાઈમાંના ૨૧૯ માં પ્રાગટય દિનની આટકોટ ખાતે ભવ્‍ય ઉજવણી : ૬૪ કિલો બાજરાનો રોટલો શોભાયાત્રામાં મુકાયો

આટકોટઃ પૂજ્‍ય જલારામ બાપાના ધર્મ-પત્‍ની શ્રી વીરબાઈમાંના પ્રાગટય (જન્‍મ) સ્‍થળ આટકોટ ખાતે જસદણના પૂજ્‍ય હરિરામ બાપા દ્વારા નિર્મિત વિશ્વના એકમાત્ર શ્રી વીરબાઈમાંના મંદિરે માં ના ૨૧૯ માં પ્રાગટય દિનની વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે મંગળા આરતી,અન્નકૂટ,મહા આરતી,મહાપ્રસાદ અને ભવ્‍ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં શ્રી જલારામ સેવા ટ્રસ્‍ટ જામનગર (હાપા)દ્વારા ગિનિઝ બુક ઓફ રેકર્ડમાં ૨૦૦૫ માં નોંધાયેલ ૬૪ કિલો બાજરાના રોટલો રાખવામાં આવ્‍યો હતો આ ઉપરાંત બાળકો દ્વારા જુદી જુદી વેશભૂષાઓ તેમજ બીજા ફલોટો પણ જોડાયા હતા પૂ.જલારામ બાપાને પ્રિય એવા બુંદી ગાંઠિયાનો પ્રસાદ હજારો લોકોને પાતર-દુના ભરી સમગ્ર શોભાયાત્રાના રૂટ દરમિયાન હરિભક્‍તોને આપવામાં આવ્‍યો હતો.શ્રી વીરબાઈમાં કન્‍યા શાળા ખાતે બ્‍લડ ડોનેશન કેમ્‍પ પણ રાખવામાં આવ્‍યો હતો.આ મહોત્‍સવમાં ગુજરાત ભરમાંથી તમામ સમાજના લોકો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વીરબાઈમાં મંદિરના ટ્રસ્‍ટીઓ,મંદિરની સ્‍થાનિક કમિટી,લોહાણા મહાજન,સ્‍મશાન યુવક મંડળ,રામ ગ્રુપ,આર. એસ. એસ.ગ્રુપ,માલધારી સમાજ,પટેલ સમાજના આગેવાનો અને યુવાનો સહિત ગ્રામજનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. (તસવીર-અહેવાલ વિજય વસાણી આટકોટ આટકોટ)

(12:32 PM IST)