<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

વિરપુર આહાબા સીમમાં દિપડાએ બળદનું મારણ કર્યુ

વીરપુર તા.૩: વીરપુર આહાબા સીમમાં છેલ્લાં ઘણા સમયથી દીપડાની દહેશતથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે આહાબા સીમમાં દિપડાએ ખેડૂતોના વાડી વિસ્‍તારમાથી ઘણા શ્વાનોનો શિકાર કર્યા છે જેમને લઈને ઘણા ખરા ખેડૂતોના પશુઓ પણ ખેડૂતો પોતાની વાડીએ રાખતા હોય છે ત્‍યારે આ હિંસક દિપડાએ ગત રાત્રીએ દિનેશભાઇ સરવૈયાએ પોતાના બે બળદ પોતાની વાડીએ બાંધેલ હતા ત્‍યારે રાત્રીના સમયે એક બળદનું મારણ કર્યું હતું.

ખેડૂત દિનેશભાઇ પોતાની વાડીએ વહેલી સવારે જતા તેમણે ત્‍યાં જોતા બે માંથી એક બળદનું કોઈ વન્‍ય પ્રાણીએ મારણ કર્યું હોવાનું જણાતાં તેમણે આજુબાજુના ખેડૂતોને સાથે લઈ તપાસ શરૂ કરતા કોઈ જંગલી જનાવરના પગલાં ખેતરમાં જોવા મળતા કમેલેશભાઈ દિનેશભાઇએ વન વિભાગના આરએફઓ પરેશભાઈ મોરડીયાને જાણ કરી હતી, આરએફઓ મોરડીયાએ પોતાની ફોરેસ્‍ટ ટિમના જયાબેન રાઠોડ તેમજ રામભાઈ મકવાણા તરતજ વીરપુરની આહાબા સીમમાં આવી તપાસ શરૂ કરી હતી, તપાસ કરતા આજુબાજુ ખેતરમાં જંગલી જનાવરના પગલાંની છાપ દીપડાની છે તેવું ફોરેસ્‍ટ વિભાગના જયાબેન રાઠોડે અને રામભાઈએ જણાવ્‍યું હતું મારણ કરેલા બળદના શરીર ઉપરના નિશાન અને પગલાની છાપ સહીતની માહીતી મેળવીને દીપડાને પકડવા આરએફઓ પરેશ મોરડીયાના માર્ગદર્શન હેઠળ ફોરેસ્‍ટર જયાબેન રાઠોડે આહાબા સીમમાં આવેલ દિનેશભાઇ સરવૈયાના ખેતરમાં પાંજરૂ ગોઠવીને દીપડાને પકડવાની કવાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. (તસવીરઃ કિશનસિંહ મોરબીયા - વીરપુર)

(12:36 PM IST)