<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

ભાણવડમાં અંગત અદાવતમાં મેર પિતા-પુત્ર પર ટોળાનો હુમલો

 

ખંભાળીયા તા.૩: ભાણવડમાં પટેલ સમાજ પાસે રહેતા અનિલ રામભાઇ ઓડેદરા (ઉ.વ.૩૦) તથા તેના પિતા રામભાઇ વેજાભાઇ ઓડેદરા (ઉ.વ.પપ) વાળા પર ગત રાત્રે તેમના ઘર પર ઘુસી આવેલા લોકોના ટોળાએ તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરતા આ પિતા-પુત્રને ગંભીર સ્‍થિતિમાં પહેલા ભાણવડ તથા ત્‍યાંથી વધુ સારવાર માટે જામનગર ખસેડવા વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

ખંભાળીયા ડી.વાય.એસ.પી. ડો.હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શનમાં ભાણવડ પો.સ.ઇ. કે.કે. મારૂ દ્વારા તપાસ હાથ ધરાઇ છે. ભાણવડ શહેરમાં આવો હુમલાનો બનાવ બનતા ભારે ચર્ચા જાગી હતી.

પાણી વિતરણ પૂર્વવત

ખંભાળીયા શહેરમાં ઘી ડેમમાંથી આવતી મેઇન લાઇનનો જોધપુર ગેઇટ પાસેનો મેઇન વાલ્‍વ ખરાબ થઇ જતાં પાણીની વિતરણ વ્‍યવસ્‍થા ખોરવાઇ હતી. પાલિકા ઇજનેર એન.આર. નંદાણીયા તથા ટીમે સાતેક ફુટ ઉંડી જમીનમાં રહેલી મેઇન લાઇન આસપાસ ખોદીને વાલ્‍વ બદલાવીને પાણી વિતરણ વ્‍યવસ્‍થા પૂર્વવત કરતા લોકોમાં રાહત થઇ હતી. તથા સવારને બદલે બપોરે લોકોને પાણી મળી જતાં લોકોમાં રાહત થઇ હતી

(12:44 PM IST)