<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

જામનગરમાં ભૂગર્ભ ગટરમાંથી છલકાતાં ગંદા પાણીના પ્રશ્ને ચલક ચલાણું : રિટેલ વેપારી મહામંડળ -જામનગર ના પ્રમુખ શશિકાન્ત મશરૂનો આક્રોશ

મહાનગરપાલિકા દ્વારા બજેટમાં શહેરીજનો ઉપર કરવેરામાં અસહ્ય આકરો વેરો ઝીંકી દીધો હોવા છતાં પ્રજાને પડતી હાલાકી દૂર કરવામાં મુશ્કેલી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩ : નાગનાથ ગેઈટ, તંબોલી માર્કેટના ખૂણા પાસેની ભૂગર્ભ ગટરમાંથી છેલ્લા પાંચ દિવસથી ગંદા પાણી જાહેર માર્ગ ઉપર છલકાઈ રહ્યા છે , આ સમસ્યા અંગે રિટેલ વેપારી મહામંડળ -જામનગર ના પ્રમુખ શશિકાન્ત મશરૂ એ ગ્રેઈન માર્કેટ, જૂના કસ્ટમ હાઉસ પાસે આવેલી ફરિયાદ ઓફિસમાં ફરજ ઉપર હાજર રહેલા કર્મચારીને ફરિયાદ નોંધાવી તો તેણે જામનગર મહાનગરપાલિકાની ભૂગર્ભ ગટરની સફાઇ માટે મોબાઈલ નંબર 87994 05088 ઉપર ફરિયાદ કરવાનું જણાવ્યું!

 ઉપરોક્ત મોબાઈલ નંબર રિસિવ કરનાર મોહિત નામની વ્યક્તિએ સફાઈ કામદાર આવશે તેમ કહીને ફોન મુકી દીધો હતો!!

જામનગર મહાનગરપાલિકા દ્વારા બજેટમાં શહેરીજનો ઉપર કરવેરામાં અસહ્ય અને આકરો વેરો ઝીંકી દીધો હોવા છતાં પ્રજાને પડતી હાલાકી દૂર કરવામાં " ચલક ચલાણું" રમવામાં આવતું હોવાનું શશિકાન્ત મશરૂ જણાવે છે.

(2:15 PM IST)