<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

રિલાયન્‍સ દ્વારા મહાકુંભમાં યાત્રિકોની સેવા

જામનગર : ગંગા, યમુના અને સરસ્‍વતીના પવિત્ર જળના પ્રયાગરાજના સંગમ તટે લાખો લોકો મહાકુંભ ૨૦૨૫ની આધ્‍યાત્‍મિક યાત્રાએ આવી રહ્યા છે. સ્‍વપ્‍ની શોધ અને દૈવી કળપા માટે જીવનમાં એકવાર આવેલી આ યાત્રારૂપી તક ઘણા લોકો માટે પડકારરૂપ બની શકે છે. આ સ્‍થિતિને ધ્‍યાને રાખઈને રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડે તીર્થ યાત્રી સેવા શરૂ કરી છે, જે યાત્રાળુઓની યાત્રાને સરળ બનાવવા તેમજ તેમની સુખાકારી સુનિヘુિત કરવા માટેની એક વ્‍યાપક પહેલ છે. પોતાની ‘વી કેર' ફિલસૂફી દ્વારા માર્ગદર્શન પામીને રિલાયન્‍સ યાત્રાળુઓને પૌષ્ટિક ભોજન અને આવશ્‍યક આરોગ્‍ય સંભાળથી લઈને સુરક્ષિત પરિવહન અને સીમલેસ કનેક્‍ટિવિટી સુધીની અનેક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ‘‘એવું કહેવાય છે કે જ્‍યારે આપણે તીર્થયાત્રીઓની સેવા કરીએ છીએ ત્‍યારે આપણને પણ આશીર્વાદ મળે છે. આધ્‍યાત્‍મિક યાત્રા પર ગયેલા યાત્રીઓ માટે અમારી સેવાઓ, સહષાાબ્‍દીમાં એક વખત આવતા આ પ્રસંગમાં અહીં આવનારા લોકોમાંથી સૌથી વધુ જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાતો પૂરી કરવાનો હેતુ ધરાવે છે,'' તેમ રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડના ડાયરેક્‍ટર અનંત અંબાણીએ જણાવ્‍યું હતું. ‘‘અમે અમારી ‘‘વી કેર'' ફિલસૂફીમાં માનીએ છીએ. વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્‍કળતિક પ્રસંગ એવા મહાકુંભમાં લાખો યાત્રાળુઓના સ્‍વાસ્‍થ્‍ય, કલ્‍યાણ અને સલામતીને સક્ષમ બનાવવા અને તેમની મુસાફરીને વધુ સુરક્ષિત, અનૂકૂળ અને સરળ બનાવવાની અમને મળેલી આ તક છે.''

 યાત્રાળુઓની યાત્રાને સરળ બનાવવાના આઠ પ્રયાસોમાં  આત્‍માની તળપ્તિ (અન્ન સેવા), સ્‍વાસ્‍થ્‍ય સંભાળની સર્વગ્રાહી સુવિધા ,યાત્રાને સુવિધાજનક બનાવવી  ,પવિત્ર જળમાં પણ સુરક્ષાનો બંદોબસ્‍ત ,આરામદાયક રેસ્‍ટ ઝોન સ્‍પષ્ટ દિશાસૂચન,વધુ બહેતર કનેક્‍ટિવિટી ,  સુરક્ષાકર્મીઓ માટે સહાયઃ પોલીસની અમૂલ્‍ય સેવાને ધ્‍યાને રાખીને રિલાયન્‍સ પોલીસ બૂથ્‍સમાં પર પાણી પૂરું પાડે છે અને તમામ મુલાકાતીઓની સલામતી અને સુરક્ષા સુનિヘુિત કરવા માટે બેરિકેડ્‍સ અને વોચ ટાવર સાથેના તેમના પ્રયાસોમાં પણ મદદ પૂરી પાડે છે. રિલાયન્‍સ શારદા પીઠ મઠ ટ્રસ્‍ટ દ્વારકા, શ્રી શંકરાચાર્ય ઉત્‍સવ સેવાલય ફાઉન્‍ડેશન, નિરંજની અખાડા, પ્રભુ પ્રેમી સંઘ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને પરમાર્થ નિકેતન આશ્રમ સહિતની પ્રસિદ્ધ આધ્‍યાત્‍મિક સંસ્‍થાઓ સાથે સહયોગ કરી રહ્યું છે, જેથી આ સંસ્‍થાઓની સેવાઓની પહોંચને મહત્તમ કરી શકાય અને યાત્રાળુઓના વિશાળ વર્ગ સુધી પહોંચી શકાય. લાખો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં એકત્ર થતાં હોવાથી રિલાયન્‍સ મહાકુંભ ૨૦૨૫ના સમગ્ર સમયગાળા દરમિયાન સમુદાયની જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે. ‘તીર્થ યાત્રી સેવા' દ્વારા રિલાયન્‍સ એ બાબત સુનિヘુિત કરવાનો પ્રયાસ કરે છે કે યાત્રાળુઓની યાત્રા સુરક્ષિત, આરામદાયક અને આધ્‍યાત્‍મિક રીતે સમળદ્ધ બને.

(1:40 PM IST)