<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

પડધરીના દહીંસરડા આજી ગામે મચ્‍છી મારવા બાબતે તલવારો-છરી ઉડીઃ સામસામી ફરીયાદ

બંન્‍ને પક્ષના ચારથી વધુ વ્‍યકિતઓને ઇજાઃ રાજકોટ-પડધરી હોસ્‍પીટલમાં ખસેડાયા

રાજકોટ તા. ૩: પડધરીના દહીંસરડા આજી ગામે મચ્‍છી મારવા બાબતે તલવારો અને છરી ઉડતા બંન્‍ને પક્ષના ૪થી વધુ વ્‍યકિતઓને ઇજા થઇ હતી. આ અંગે પોલીસમાં સામસામી ફરીયાદો થઇ છે.

પ્રાપ્‍ય વિગતો મુજબ દહીંસરડા આજી ગામે રહેતા નીતીન ઉર્ફે કાનો વરજાંગભાઇ છીપરીયાએ આરોપી સબીલ જગુભાઇ વાજેલીયા રે. દહીંસરડા, જીવરાજ રમેશભાઇ જમાણીયા રે. ધ્રોલ, જગુ રે. દહીંસરડા તથા જગુભાઇના જમાઇ વિજય રે. રાજકોટ સામે પડધરી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદી તથા તેના ભાભી ઘરે હતા ત્‍યારે ઉકત આરોપીઓએ તલવાર પાઇપ અને લાકડી સાથે ધસી આવી હુમલો કરતા ફરીયાદીને ઇજા થતા રાજકોટ સીવીલમાં ખસેડાયેલ છે. તેમજ વચ્‍ચે પડેલ ફરીયાદીના કાકાના દિકરી નિકીતાને પણ ઇજા થઇ હતી. ત્રણ દિ' પહેલા ફરીયાદીના પિતાને આરોપી સબીલ સાથે મચ્‍છી મારવા બાબતે માથાકુટ થઇ હોય તે અંગે ફરીયાદીએ સબીલને ઠપકો આપતા તેનો ખાર રાખી હુમલો કર્યો હતો.

પડધરી પોલીસે આ ફરીયાદ અન્‍વયે ઉકત ચારેય સામે ગુન્‍હો દાખલ કરી ધરપકડ કરી હતી.

સામા પક્ષે જીવરાજભાઇ ઉર્ફે જીવો રમેશભાઇ જયાણીયા રહે. ધ્રોલએ આરોપી શંકર હંસરાજભાઇ છિતરીયા, સાગર શંકરભાઇ છિપરીયા તથા કાનો વરજાંગભાઇ છિતરીયા રે. દહીંસરડા આજી ગામ સામે પડધરી પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્‍યા મુજબ ઉકત આરોપીઓએ પુત્રી ક્રિષ્‍ના, જાનીબેન, વર્ષાબેન તથા વિજયભાઇને ઇજા કરી હતી. પડધરી પોલીસે ઉકત ત્રણેય સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(2:15 PM IST)