<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

જીરૂ વેચાણ કરવા લાવી છેતરપીંડી કરતી ટોળકીને ઝડપી અમરેલી માર્કેટ યાર્ડમાં પ્રવેશબંધીની કાર્યવાહી

અમરેલી, તા., ૩: અમરેલીમાં જીરૂ વેંચાણ કરવા માટે ચતુરભાઈના નામથી તથા આકાશભાઈના નામથી ગેઈટપાસ કઢાવી બે અલગ અલગ વાહનોમાં બંન્નેમાં ૧૧-૧૧ મુદા લાવેલ જે જાહેર હરરાજીમાં વેંચાણ કરવામાં આવેલ જેના હરરાજીમાં અનુક્રમે રૂા.૪૦૧૫/- તથા ૩૯૯૦/- ના ભાવે સેમ્‍પલ ઉપર વેંચાણ થયેલ. હરરાજી થયા બાદ ખરીદનાર વેપારીના કાંટે તોલ કરાવવા જતી વખતે અન્‍ય જગ્‍યાએ વાહન લઈ જઈને જે સેમ્‍પલ ઉપર હરરાજી થઈ હતી તેમાં નબળા માલની ભેળસેળ કરી છેતરપીંડી આચરવામાં આવેલ જે બાબતે  તપાસ કરતાં અગાઉ પણ બે વખત આ જ પધ્‍ધતિથી છેતરપીંડી આચરવામાં આવેલ હોવાનું માલુમ પડેલ જે બાબતે ઉપરોકત ઈસમોને ઝડપી તેમજ મુદામાલની જપ્તી કરી  ચાર ઈસમો (૧) ગોરસવા ચતુરભાઈ મનસુખભાઈ, (૨) ગોરસવા પ્રકાશભાઈ મનસુખભાઈ, (૩) ગોરસવા અરવિંદ ભાઈ મનસુખભાઈ અને (૪) ગોરસવા સાહિલ ચતુરભાઈ તમામ રહેવાસી મું. જીવા૫ર, તાલુકો બાબરા એ છેતરપીંડીનો ગુનો કરેલ છે. જે અન્‍વયે યાર્ડના ચેરમેન  શૈલેષભાઈ સંઘાણી દ્વારા મુખ્‍યયાર્ડ ચોગાનમાં કાયમી પ્રવેશબંધી જાહેર કરવામાં આવેલે તેમ  યાદીમાં માર્કેટયાર્ડના સેક્રેટરી તુષાર હપાણીએ જણાવેલ છે.

(2:03 PM IST)