News of Monday, 3rd February 2025
કુતિયાણામાં સૌનો સાથ અને સૌનો વિકાસ જેવુ કશું નથીઃ કાંધલ જાડેજા
લાંબા સમયથી એકચક્રીય શાસન, સ્ટ્રીટ લાઇટ સુવિધા નથીઃ ભૂગર્ભ ગટરના કામ અધુરા રસ્તા પાણીની પુરતી સુવિધા નથીઃ કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં પોતાના ભાઇ કાના જાડેજાને મેદાનમાં ઉતાર્યા બાદ કાંધલ જાડેજાના નિવેદનથી રાજકીય ગરમાવો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૩ :.. કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય કાંધલ જાડેજાના નાના ભાઇ કાના જાડેજાએ સમાજવાદી પાર્ટી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા બાદ ધારાસભ્ય કાંધલ જાડેજાએ જણાવેલ કે નગરપાલિકામાં લાંબા સમયથી એકચક્રીય શાસન છે.
કુતિયાણામાં ભાજપના સૌનો સાથ સૌનો વિકાસ સુત્ર જેવું કશું છે નહીં. ધારાસભ્ય કાંધલ જાડેજાએ જણાવેલ કે શહેરમાં સ્ટ્રીટ લાઇન સુવિધા નથી. રોડ અને પીવાના પાણીની પુરતી સુવિધા નથી. માટે પક્ષ સાથે કશું લેવા-દેવા નથી હું વિકાસ માટે લડવા માટે બેનર માટે રાષ્ટ્રીય પક્ષમાંથી ચૂંટણી લડી હતી. કુતિયાણાના વિકાસ માટે નગરપાલિકાના નેતા તરીકે છે તેમ કાંધલ જાડેજાએ જણાવ્યું છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
