<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

જુનાગઢ કોર્પોરેશનની ચુંટણીમાં ભાજપનો ધડાકો : ૮ બેઠક બિનહરીફઃ ૧ બેઠક ઉપર ભાજપને સમર્થન

કમલેશ મિરાણી, પુનીત શર્મા અને સંજય કોરડીયાનું સફળ ઓપરેશન

રાજકોટ, તા., ૩: જુનાગઢ કોર્પોરેશનની ચુંટણીનો માહોલ ધીમે ધીમે જામતો જાય છે ત્‍યારે આજે ભાજપના ૮ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

જુનાગઢના પ્રભારી કમલેશભાઇ મિરાણીએ અકિલાને જણાવ્‍યું હતું કે, જુનાગઢ કોર્પોરેશનની ચુંટણીમાં વોર્ડ નં. ૩ અને વોર્ડ નં. ૧૪ ની ૮ બેઠક  બિનહરીફ થઇ છે. તથા વોર્ડ નં. ૧ર માં કોંગ્રેસના ઉમેદવાર દિલીપભાઇ ગલએ ભાજપને સમર્થન આપ્‍યું છે.   

આ માટે ધારાસભ્‍ય સંજયભાઇ કોરડીયા, પ્રભારી કમલેશભાઇ મિરાણી, જુનાગઢ ભાજપ પ્રમુખ પુનીતભાઇ શર્મા સહિતનાએ ઓપરેશન પાર પાડયું હતું.

(2:59 PM IST)