<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડી યથાવતઃ આછા વાદળા છવાતા ચિંતા

ગિરનાર ૮.૩, નલીયા ૮.૬, જામનગર ૧પ, રાજકોટ ૧પ.૪, અમરેલીમાં ૧પ.૮ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. ૩ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડી યથાવત છે. આજે સવારે આછા વાદળા છવાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

આજે ગિરનારમાં ૮.૩, નલીયા ૮.૬, જામનગર ૧પ, રાજકોટ ૧પ.૪, અમરેલીમાં ૧પ.૮ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.  આજે પણ જુનાગઢ સહિત સોરઠમાં ઠંડીનો ચમકારો રહ્યો હતો.

રવિવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન ૧૦.૯ ડિગ્રી રહ્યા બાદ રાત્રે ૧૫.૨ ડિગ્રી તાપમાન રહ્યું હતું. જો કે આજે સવારે લઘુતમ તાપમાન વધીને ૧૩.૩ ડીગ્રી નોંધાયું હતું.

જૂનાગઢના ગિરનાર પર ૮.૫ ડિગ્રી ઠંડી રહી હતી. પર્વત પર વાદળો છવાઈ જતા આહલાદક વાતાવરણ જોવા મળ્‍યું હતું.

બીજી તરફ સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા રહેતા ટાઢોળું છવાઈ ગયું હતું.

સવારે આકાશમાં વાદળો છવાઈ જવાની સાથે ૨.૪ કિલોમીટરની ઝડપે ઠંડો પવન પણ ફુકાતા લોકો વધુ ઠુઠવાયા હતા.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :  બાજરા સંશોધન કેન્‍દ્ર -જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧પ, મહત્તમ તાપમાન ર૭.ર, ભેજનું પ્રમાણ ૬૪ ટકા, પવનની ગતિ ૩.૯ કિ. મી. રહી હતી.

(4:58 PM IST)