<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

મારા પુત્રવધુ કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા હોવાથી ભાજપવાળા અમને દબાવે છેઃ ધ્રોલનાં લલીતભાઇ પંચાસરાનો આક્ષેપ

અમને તથા પરિવારને રક્ષણ આપવા ચૂંટણી પંચ અને પોલીસમાં ફરિયાદ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૩ :.. ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૪ ના કોંગ્રેસના ઉમેદવારને ભાજપ દ્વારા દબાવવામાં આવી રહ્યા હોવાના  આક્ષેપ સાથે ધ્રોલના વોર્ડ નં. ૪ નાં લલિતભાઇ પંચાસરાનો વિડીયો સોશ્‍યલ મિડીયામાં વાયરલ થયો છે.

લલીતભાઇ પંચાસરાએ વિડીયોમાં જણાવ્‍યું છે કે, મારા પુત્રવધુએ વોર્ડ નંબર ૪ માં કોંગ્રેસ  પાર્ટીમાંથી ફોર્મ ભરેલુ છે. જેના  માટે મને ખૂબ જ દબાણ આવે છે. અને પ્રલોભનો પણ અપાય છે. અને માનસીક ટોર્ચર પણ થાવ છૂ મારી કોઇ સેફટી નથી.

આના માટે થઇને હું ચૂંટણી પંચને વિનંતી કરૂ છુ કે, આ લોકશાહીમાં ફકત ભાજપવાળાને જ ચૂંટણી લડવાની છે. બીજા કોઇ ઉમેદવાર તેમાં નથી રહી શકતા ?

આ માટે ચૂંટણી પંચ અને પોલીસ તંત્ર અમારા રક્ષણની જવાબદારી લે અમારી કોઇ સલામતી નથી. તેમ અંતમાં લલીતભાઇ પંચાસરાએ જણાવ્‍યું છે.

(4:24 PM IST)