તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Monday, 3rd February 2025
અમરેલીના બોગસ લેટરકાંડ મુદ્દે પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ મેદાનમાં ઝંપલાવ્યું: કહ્યું - હુ પણ આ સવાલનો જવાબ માંગુ છુ.
મનીષ વઘાસીયાએ વટાણા વેરી નાખ્યા છે ત્યારે હવે જાહેર કરવું જોઈએ કે કોના કહેવાથી, કોને પતાવવા માટે આ આખી ગેમ રમાઈ

અમરેલીના બોગસ લેટરકાંડ મુદ્દે દિલીપ સંઘાણી બાદ હવે પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ પણ મેદાનમાં ઝંપલાવ્યું છે. નારણ કાછડીયાએ કહ્યું કે, ઘણા નેતાઓનો જન્મ પણ નહોતો થયો ત્યારે દિલીપ સંઘાણી સર્વેસર્વા હતા. દિલીપ સંઘાણીએ કરેલા સવાલો જનતાના સવાલો છે. તે સાચા છે અને હુ પણ આ સવાલનો જવાબ માંગુ છુ.
મનીષ વઘાસીયાએ વટાણા વેરી નાખ્યા છે ત્યારે હવે જાહેર કરવું જોઈએ કે કોના કહેવાથી, કોને પતાવવા માટે આ આખી ગેમ રમાઈ છે. મારો પણ નાર્કોટેસ્ટ કરાવવો જોઈએ. મે જ પહેલા લેટરકાંડની જાણ ભાજપના પ્રદેશ મહામંત્રી રત્નાકર, પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ, અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલને કરી હતી.
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
