<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

મોરબીના ટંકારામાંથી ઝડપાયેલા હાઈપ્રોફાઈલ જુગારધામ બાદ સસ્પેન્ડ-ફરાર પીઆઇ વાય કે ગોહિલની અરજીને હાઈકોર્ટે ફગાવી

તત્કાલીન પીઆઇ યુવરાજસિંહ કિશોરસિંહ ગોહેલે ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી

મોરબીના ટંકારામાં હાઈપ્રોફાઈલ જુગાર મામલે થયેલી કાર્યવાહી મામલે અરજદાર પીઆઈને ફટકો પડ્યો છે. સસ્પેન્ડેડ અને ફરાર પીઆઇ  વાય કે ગોહિલની અરજી  હાઇકોર્ટે ફગાવી દીધી છે. તત્કાલીન પીઆઇ યુવરાજસિંહ કિશોરસિંહ ગોહેલે ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી, હાઇકોર્ટે ફરિયાદ રદ કરવા કરાયેલી અરજીને ફગાવી દીધી છે.

  SMCના વડા DIG નિર્લિપ્ત રાય સહિતની ટીમ કાર્યવાહી દરમિયાન હાઈકોર્ટમાં હાજર રહી હતી. જુગારધામ પર દરોડા બાદ PI એ લાંચ લીધી હતી.  પોલીસ કાર્યવાહી પર લાગેલા આક્ષેપો બાદ, DGP વિકાસ સહાયે સમગ્ર મામલે SMCનાં વડા નિર્લિપ્ત રાયને તપાસ સોંપી હતી

(11:16 PM IST)