<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

ઓહ..કેન્સર! મંગેતરને કેન્સર થતાં આઘાતમાં યુવતીએ સળગી જઈ જીવ દીધો

કેન્સર ડે ની પૂર્વ સંધ્યાએ કચ્છના લાખાપર ગામે કેન્સરે લગ્ન જીવનનું સ્વપ્ન રોળ્યું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : કેન્સર સામે લડી અને ખુમારી સાથે જીવન જીવનારા અનેક જીવંત દૃષ્ટાંતો આપણી આસપાસ છે. ત્યારે કેન્સર જેવી બીમારીની વાત જાણીને નાસીપાસ થઈ હિંમત હારી જનાર વ્યક્તિઓએ હિંમતભેર જીવનમાં આગળ વધવું જોઈએ.   જોકે, કચ્છના લાખાપર ગામે બનેલો એક આઘાતજનક બનાવ તમાકુ, ગુટકા અને બીડી સિગારેટ જેવા વ્યસન ધરાવતા યુવાવર્ગ માટે ચેતવણી સમાન છે. મુન્દ્રા તા.ના લાખાપર ગામે રહેતી ૨૦ વર્ષીય યુવતી ટ્વિન્કલબેન ખેતશી મહેશ્વરીએ પોતાના મંગેતરને કેન્સર થયું હોવાની જાણ થતાં જાત જલાવી પોતાનો જીવ દઈ દીધો હતો. પ્રાગપર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.કે. દામાના જણાવ્યા પ્રમાણે હતભાગી ટ્વિન્કલબેનની દોઢ મહીના પહેલાં સગાઈ થઈ હતી. પરંતુ તેના મંગેતરને મોઢાનું કેન્સર થયું હોવાની જાણ થતા આ યુવતીએ આઘાતમાં પોતાના શરીર ઉપર ટર્પેન્ટાઇન છાંટી પોતાનો જીવ દઈ દીધો હતો.

(9:31 AM IST)