<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

કચ્છના ભચાઉમાં ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ પાણીમાં: ભાજપને ૨૧ બેઠકો બિનહરીફ મળી : જુઓ વિડિઓ

રાપરમાં કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યુ, ભચાઉમાં હવે કોંગ્રેસના ૭ ઉમેદવાર મેદાનમાં, આજે ચિત્ર ક્લીયર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ :  કચ્છના ભચાઉમાં નગરપાલિકાની ૨૮ બેઠકોની ચૂંટણી દરમ્યાન ભાજપે ચૂંટણી પહેલાં જ ૨૧ બેઠકો બિનહરીફ મેળવી લીધી છે. 

         ભાજપના ૨૮ ઉમેદવારો સામે કોંગ્રેસના ૨૦ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા હતા. દરમ્યાન નાયબ મામલતદાર અજયપાલસિંહ ઝાલાએ આપેલ માહિતી અનુસાર ૬૧ માંથી ૪૬ ફોર્મ માન્ય રહ્યા છે અને ૧૫ ઉમેદવારી ફોર્મ રદ્દ થયા છે. જોકે, ભાજપના દાવા પ્રમાણે કોંગ્રેસના ૧૩ ઉમેદવારોએ ફોર્મ પાછાં ખેંચી લીધા છે.

           હવે કુલ ૨૮ બેઠકમાં થી કોંગ્રેસના ૭ જ ઉમેદવારો મેદાનમાં છે. એ જોતા ૨૧ બેઠકો સાથે ભાજપે ચૂંટણી પહેલા જ ભચાઉ પાલિકા જીતી લીધી છે. આજે કોંગ્રેસના ૭ ઉમેદવારો શું કરશે એની ચર્ચા છે. 

      જ્યારે રાપરમાં ૨૮ બેઠકો માટે કોંગ્રેસ, આપ અને ભાજપના ત્રિપાખિયા જંગ વચ્ચે કોંગ્રેસના એક ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લીધી હોવાનું જાણવા મળે છે.

(9:35 AM IST)