News of Tuesday, 4th February 2025
ઉનાઃ દીપડાએ હુમલો કરીને મોત નીપજાવનારા ર બનાવોમાં વારસદારોને ૧૦-૧૦ લાખની સહાય

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૪: તાલુકામાં દીપડાએ હુમલો કર્યાના બે અલગ અલગ બનાવોમાં મૃત્યુ થયેલ દિવાળીબેન માવજીભાઇ અને વાઘાભાઇના બન્નેના વારસદારોને વન વિભાગ દ્વારા નિયમ મુજબ ૧૦-૧૦ લાખની સહાય ચુકવાઇ છે.
ફરેડા ગામ ની સીમ મા ગત માસમાં ડેલી બંધ મકાન ની દીવાલ કૂદી ને દીપડા એ ફળિયા ની ઓસરી મા સૂતેલ દિવાળી બેન માવજી ભાઈ જોગીયા વળદ્ધ મહિલા ઉપર હુમલો કરી મોત નિપજાવી નાસી ગયો હતો. ઉપરાંત ગત માસમાં ના કોદીયા ગામની સીમ માં વાડી ના મકાન ની ઓસરી મા ખાટલા ઉપર સૂતેલ વાઘા ભાઈ સર્દુલ ભાઈ વાઘેલા ને દીપડા એ હુમલો કરી મોત નિપજાવી નાસી ગયો હતો.
વન વિભાગ દવારા તુરંત કાર્ય વાહી પૂર્ણ કરી ગીર પૂર્વ વન વિભાગ સંબંધે આ અંગે કાગળો મોકલતા કચેરી દ્વારા સરકાર ના નવા પરિપત્ર ના નિયમ મુજબ રૂપિયા ૧૦ લાખ સહાય નો ચેક બનાવી મોકલતા ગીર પૂર્વ વન વિભાગ ની જશાધાર રેન્જ ના આર.એફ.ઓ. ભરવાડ તેમજ રાઉન્ડ ફોરેસ્ટ કર્મચારી મળતક ના ઘરે ફરેડા જઈ તેમના વારસ દાર કમલેશ ભાઈ માવજી ભાઈ જોગીયાં ને અર્પણ કરેલ
કોદીયા દ્રોણ ગામની સીમ માં વાઘાભાઈ સાર્દૂલ ભાઈ વાઘેલા ના પરિવાર ના વારસ દાર શાંતુ બેન વાઘા ભાઈ વાઘેલા ને રૂપિયા ૧૦લાખ નો ચેક સહાય નો આપેલ હતો.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
