News of Tuesday, 4th February 2025
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ભાજપના ૧૬ ઉમેદવારો બિનહરીફઃ સલાયામાં ભાજપને ૧૪ ઉમેદવારો ન મળ્યા
નગરપાલિકા, જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપના ઉમેદવારો મેદાનમાં

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૪ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાલિકાઓની રાજયમાં જાહેર થયેલ ચૂંટણીઓમાં ખંભાળીયાના સલાયા ન.પા. દ્વારકા ન.પા. તથા ભાણવડ ન.પા. ત્રણમાં ચૂંટણીઓ યોજાયેલ છે ત્યારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિન પહેલા જ દ્વારકા જિલ્લામાં બે નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો ૧૬ જેટલા બીનહરીફ થયાની શકયતા થતાં ભાજપની બે પાલિકામાં અત્યારથી સ્થિતિ મજબૂત થઇ છે.
દ્વારકા પાલિકામાં જોઇએ તો અહીં ભાજપના ધારાસભ્ય પબુભા માણેક કે જે વર્ષોથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે તથા દ્વારકા ન.પા.માં પણ ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે. કોંગ્રેસને અહીં તથા આપને અહીં ઉમેદવારો પણ મળતા નથી. ત્યારે આઠ બેઠકો વોર્ડ નં. ૩, ૪, તથા અન્ય મળીને આઠેક બેઠકો બીનહરીફ થવાની સંભાવના છે
ત્યારે અગાઉથી જ ર૮ માંથી આઠ મળશે તો ચૂંટણીમાં પણ બીજી બેઠકો આવતા અહીં ૩૦ વર્ષના શાસન પછી ફરી ભાજપનું શાસન આવશે તો ભાણવડ નગરપાલિકામાં પણ દ્વારકાના પગલે ભાજપના અગ્રણીઓના રાત ઉજાગરા સફળ થતા અહીં પણ વોર્ડ નં. ર તથા વોર્ડ ૬ માં બેઠકો બે વોર્ડની આઠ ભાજપની બીનહરીફ થવા સંભાવના છે. અહીં પણ કોંગ્રેસ આમ પાર્ટીના ઉમેદવારોને યેનકેન પ્રકારે ફોર્મ ખેંચવામાં ભાજપ સફળ થયું છે તો હજી પણ પ્રયત્નો ચાલુ છે.
સલાયામાં ભાજપને મુશ્કેલી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સલાયા નગરપાલિકામાં સાત વોર્ડની ર૪ બેઠકો માટે ભાજપને મોટી મુશ્કેલી છે કેમ કે અહીં ર૮ માંથી ૧૪ બેઠકો પર તો ભાજપના ઉમેદવાર જ નથી...!!
નવાઇની વાત છે કે જયાં દ્વારકા જિલ્લામાં ઔવૈસીની પાર્ટીની સ્થાપના પણ નથી ત્યાં સલાયામાં એ. આઇ. એમ. આઇ. એમ.ના તમામ વોર્ડમાં ર૮ ઉમેદવારો છે તો આપ પાર્ટીના પણ ર૮ તમામ ઉમેદવારો છે અને કોંગ્રેસના પણ ર૮ ઉમેદવારો છે. રાજય તથા કેન્દ્રમાં સત્તા ધરાવનાર ભાજપને સલાયામાં ઉમેદવારો મળ્યા નહીં તેનું કારણ બેટ દ્વારકાનું ડીમોલેશન તથા તે પછી ખાટા મીઠા ચુસણા ટાપુ પરનું ડિમોલોશેન પણ કહેવાય છે. ગત વખતે અહીં કોંગ્રેસની સત્તા હતી તો અગાઉ સમગ્ર ગુજરાતમાં સલાયામાંથી સમતા પાર્ટી પાલિકા જીતી હતી તો અગાઉ ભાજપે પણ સલાયા પાલિકા કબજે કરી રેકોર્ડ કરી રેકોર્ડ વિકાસ કરેલો પણ આ વખતે ર૮ માંથી ૧૪ માં ઉમેદવારોજ ના હોય આપ, કોંગ્રેસમાંથી અહીં શાસન આવવા સંભાવના છે.
ભાજપને એકનો ફાયદો થશે
ગત વખતની સ્થિતિ જોઇએ તો હાલ ચૂંટણી છે તે સલાયા - ભાણવડ કોંગ્રેસ પાસે અને દ્વારકા એક માત્ર ત્રણમાંથી ભાજપ પાસે હતી હવે તે ત્રણમાંથી બે થવાની પુરી સંભાવના ગણાય છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
