News of Tuesday, 4th February 2025
કોડીનાર પાલિકામાં કોંગ્રેસ તૂટીઃ ૧ર ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યાઃ ૪ રદ
કોંગ્રેસમાં ૭ અને આપના ૫ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાઃ કોંગ્રેસના ૩ અને આપ પાર્ટીના ૧ ઉમેદવારનું ફોર્મ રદ થયું: ભાજપના અનેક ઉમેદવારો બિન હરીફ જાહેર થવાની સંભાવનાઃ ૯૬ ફોર્મ ભરાયાં બાદ હવે ૫૨ ઉમેદવારો મેદાનમાં: ફોર્મ ચકાસણી દરમિયાન ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે શાબ્દિક ટપાટપી થતાં વાતાવરણ તંગ બન્યું હતું

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા. ૪ : કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી ના દિવસે કોંગ્રેસ માં ભારે ભંગાણ સર્જાતા કોંગ્રેસ ના ૭ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા ચૂંટણી પૂર્વ જ કોંગ્રેસનો સફાયો થવા પામ્યો છે, તેમજ આપના પણ ૫ ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચતા ટોટલ ૧૨ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચતા અને કોંગ્રેસના ૩ સહિત ૪ ઉમેદવારો ના ફોર્મ રદ થતાં ચૂંટણી પૂર્વ જ કોંગ્રેસ ના ૧૦ ઉમેદવારો ચૂંટણી જંગ માંથી બહાર ફેંકાતા ભાજપ ના અનેક ઉમેદવારો બિન હરીફ જાહેર થશે ત્યારે ભાજપ છાવણી માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ અંગેની વિગત મુજબ કોડીનાર નગરપાલિકા ની ચટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ૯૬ ફોર્મ ભરાયાં બાદ કોડીનાર મામલતદાર કચેરી ખાતે ફોર્મ ચકાસણી ના દિવસે ફોર્મ ચકાસણીમાં ૪ ફોર્મ રદ થતાં અને ૧૨ ઉમેદવારો એ તેમની ઉમેદવારી પરત ખેંચતા તેમજ ભાજપ ના ૨૮ ડમી ઉમેદવારો નીકળી જતા હવે ૫૨ ઉમેદવારો ચૂંટણી મેદાન માં રહ્યા છે. આજે ફોર્મ ચકાસણીમાં વોર્ડ નં.૫ માં અજય કાનાભાઈ બાંભણીયા (આપ) અને વોર્ડ નં.૭ મહમદ રફીક અ.ગફાર બેહરુની, મણીબેન રમેશભાઈ મકવાણા અને વિલાસબેન દીપકભાઈ રાઠોડ (તમામ કોંગ્રેસ) ના ફોર્મ રદ થયા હતા. જ્યારે વોર્ડ નં.૧ માંથી અમરસિંહ ભગવાનભાઈ જાદવ (કોંગ્રેસ), વોર્ડ નં.૨ માંથી અરસીભાઈ અરજનભાઈ કામલીયા (આપ), સબાનાબેન સાજીદ જેઠવા (કોંગ્રેસ), અજયભાઈ ઉકાભાઇ બાંભણીયા (કોંગ્રેસ), વોર્ડ નં.૩ માંથી નાજીયાબેન મેહબૂબ પઠાણ (આપ), આસુમા ઓસમાણ પઠાણ (કોંગ્રેસ), મેમુનાબેન અલ્તાફભાઈ હાલાઈ (કોંગ્રેસ), વોર્ડ નં.૪ માંથી મેહબૂબખાન ગુલાબખાં પઠાણ (કોંગ્રેસ), મુજીબુર રહેમાન કાદરી (આપ), વોર્ડ નં.૫ માંથી શિફાબેન અકિલભાઈ જુણેજા (કોંગ્રેસ), વોર્ડ નં.૭ માંથી નાજીયાબેન મેહબૂબખાન પઠાણ (આપ), રવિભાઈ જીવાભાઈ ચોહાણ (આપ) એ ફોર્મ પરત ખેંચ્યા હતા. અનેક ફોર્મ ખેંચતા અને ફોર્મ રદ થતાં ભાજપ ના અનેક ઉમેદવારો બિન હરીફ જાહેર થશે જો કે જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ચૂંટણી પંચ દ્વારા સતાવાર રીતે બિન હરીફ ઉમેદવારોની યાદી બહાર પડાઈ નથી. હજુ આવતીકાલે ફોર્મ ખેચવાનો છેલ્લો દિવસ હોય આવતીકાલે કોડીનાર નગરપાલિકાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે જોકે ભાજપ ના અનેક ઉમેદવારો બિનહરીફ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.
તું..તું.. મેં... મેં.. થઈ
મામલતદાર ઓફીસ ખાતે આજે ફોર્મ ચકાસણી મુદ્દે કોંગ્રેસ અને ભાજપ ના અગ્રણીઓ વચ્ચે વારંવાર શાબ્દિક ટપાટપી થયા બાદ એક સમયે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો વચ્ચે ભારે તું..તું... મેં..મેં થતાં વાતાવરણ ઉગ્ર બની જતાં ચૂંટણી અધિકારી દ્વારા થોડીવાર માટે ફોર્મ ચકાસણી ની કાર્યવાહી મોકૂફ રખાયા બાદ તંત્ર દ્વારા ઉમેદવારો સિવાય ના તમામ લોકો ને કેમ્પસ બહાર નીકળી જવાના આદેશ બાદ મામલો થાળે પડતાં ફોર્મ ચકાસણી ની કાર્યવાહી આગળ શરૂ કરવામાં આવી હતી.ભાજપ કોંગ્રેસ ના આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા થોડીવાર માટે માહોલ ગરમાયો હતો. આ ઘટના ના વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.(
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
