તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th February 2025
ગોંડલના સેમળા ગામે કારખાનામાં ગેટ અને દિવાલ વચ્ચે પાનુ ફસાઇ જતા મજુરનું મોત
રીપેર કરતી વેળાએ સેન્સરવાળો ગેટ અચાનક ચાલુ થતા દુર્ઘટના સર્જાઇ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૪ મોત કયાં અને કઈ રીતે આવી ચડેછે.તે કોઈ ને ખબર હોતી નથી.ગોંડલ નાં સેમળા ગામે કારખાનાનો મેઇન ગેટ રિપેર કરતી વેળા ઓટોમેટિક ગેટ અચાનક ચાલુ થતા રીપેર કરી રહેલા પરપ્રાંતિય શ્રમિક નું માથુ ગેટ અને દિવાલ વચ્ચે આવી જઇ છુંદાઇ જતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતુ.
પ્રાપ્ત વિગત મુજબ મુળ યુપીનાં સુલતાનપુર જીલ્લાનાં મહમદપુરા નો અને હાલ એક માસ થી સેમળા માધવ ટેક્ષટીન નામનાં કારખાનાં માં રહી મજુરીકામ કરતો શેષરામ માતાપ્રસાદ યાદવ ઉ.૩૧ સવારે કારખાનાનો ઓટોમેટિક ગેટ બગડી જતા રીપેર કરી મોટરનો ગેર બદલતો હતો.ત્યારે અચાનક મોટર ચાલુ થતા ગેટ બંધ થતા શ્રમિક નું માથુ ગેટ અને દિવાલ વચ્ચે ફસાઈ ચગદાઇ જતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ.
મળતક શેષનામ અપરણીત હતો.અને એકલો રહેતો હતો. બનાવ ની જાણ થતા તાલુકા પોલીસ નાં કુંદનભાઇ મકવાણા સેમળા દોડી જઇ મળતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ માં ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
