<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

પોરબંદરમાં કો.ઓપરેટીવ બેંકના સંચાલક ભરતભાઇ ઓડેદરાએ હાથમાં ઝેરી ઇન્‍જેકશન લઇ જીવ દીધો

રવિવારે સુદામા ચોક પાસે ઓફીસમાં બનાવઃ ખડબાળવા માટેની દવાના બે ઇન્‍જેકશન લઇ મીત્રને ફોન કર્યોઃ કારણ અકળ

રાજકોટ તા. ૪: પોરબંદરમાં સુદામા ચોકમાં આવેલી કો. ઓપરેટીવ બેંકની ઓફીસમાં સંચાલકે પોતાના હાથમાં ઝેરી દવાના ઇન્‍જેકશન લઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ પોરબંદર ગુરૂકુળના ગેઇટ સામે રહેતા ભરતભાઇ વીંજાભાઇ ઓડેદરા(ઉ.વ. ૪૦) રવિવારે બપોરે સુદામા ચોક પાસે આવેલી પોતાની શ્રીરામ લખન ક્રેડીટ કો. ઓપરેટીવ બેંકની ઓફીસે હતા ત્‍યારે તેણે ખડબાળવા માટે ઝેરી દવાના બે ઇન્‍જેકશન પોતાના હાથમાં લઇ લીધા બાદ મિત્રને જાણ કરી હતી ખબર પડતા મિત્ર તુરતજ ઓફીસે આવતા ભરતભાઇ અર્ધબેભાન જોઇ તુરત જ ભરતભાઇને ઘરે લઇ ગયા હતા બાદ ત્‍યાંથી તેને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું. મૃતક ભરતભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતા. તેણે કાયા કારણોસર આપગલુ ભર્યુ તે અંગેનું  કારણ જાણવા પોરબંદર પોલીસે તપાસ હાથધરી છે. બે પુત્રએ પિતાની છત્રછાયા  ગુમાવતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં

પોરબંદરના કુતીયાણા ગામમાં રહેતો  જશુ ભીખાભાઇ વાઘેલા (ઉ.વ. ૩૦) એ છ દિવસ પહેલા ગામ પાસે વાડી એ ઝેરી દવાપી લેતા તેને સારવાર માટે ઉપલેટા, જૂનાગઢ બાદ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. આઅંગે કુતિયાણા પોલીસે તપાસ હાથધરી છે.

(12:05 PM IST)