News of Tuesday, 4th February 2025
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના પૂર્વ સદ્દસ્ય સાથે હનીટ્રેપ કેસમાં ૩ લોકોની ધરપકડ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા. ૪: સુરેન્દ્રનગર ભાજપ નેતા સાથે હનીટ્રેપની ઘટનાને અંજામ આપનાર ૩ ઈસમોને પાટડી પોલીસે ઝડપી લીધા છે. જો કે હજુ ૨ મહિલાઓ ભૂગર્ભમાં છે જેને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનના પતિ નટુજી ઇલોરીયા સાથે હનીટ્રેપની ઘટના બની હતી. ૨૨ વર્ષીય યુવતી સાથેની અંગત પળોનો વીડિયો ઉતારી નટુજી ઇલોરીયા પાસે ૧૦ લાખની માંગણી કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે દશરથભાઈ પટેલ, ઇમરાન રાઠોડ, સોહિલ ઠકકર નામના ઇસમોની અટકાયત કરી છે. ચેરમેનના પતિ સાથે બનેલી ઘટનાને લઈ સુરેન્દ્રનગરમાં ખડભડાટ મચી ગયો છે. ગત સપ્ટેમ્બર ૨૦૨૪થી ફેબુ્રઆરી ૨૦૨૫ દરમિયાન માલતી નામની યુવતીએ અવાર-નવાર મોબાઈલ ફોનમાં વાતો કરી અલગ-અલગ યુવતીઓની તસવીરો વોટસએપમાં મોકલી હતી. યુવતીએ રૂબરૂમાં મળી વીડિયો કોલથી યુવતી બતાવી લાલચ આપી હતી. ત્યારબાદ માલતીએ મોકલેલી યુવતીએ નિવષા થઈ ફરિયાદી સાથે શરીર સુખ માણવા બળજબરી કરતા ફરિયાદીએ ના પાડતા યુવતીએ ે છુપી રીતે તેના મોબાઈલમાં તે અંગેનો વીડિયો લીધો હતો. જે વીડિયો યુવતીએ ઈમરાન તેમજ દશરથભાઈ ભલાભાઈ પટેલને આપી ફરિયાદીને ભરત ઠક્કર નામના વ્યક્તિ સાથે ટેલીફોનીક વાત કરાવી રૂ.૧૦ લાખની ખંડણી માંગી હતી અને જો આ રકમ આપવામાં નહીં આવે તો ફરિયાદીને બદનામ કરી દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. ટ્રેપમાં ફસાવી ગુનો આચર્યો હતો.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
