News of Tuesday, 4th February 2025
ધોરાજી-જામકંડોરણાનાં રોઘેલના સહિત વિરાણીને રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ

(ધમેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી,તા.૪ : જામકંડોરણા તાલુકાના રોઘેલ ગામના ખેડૂત વિપુલભાઈ વિરાણી ના પુત્ર સાહિલ વિરાણી એ -ાથમિક શિક્ષણ રોઘેલ શાળામાં પ્રાપ્ત કરી બી.એસ.સી.( હોન્સ ) એગ્રિકલચર ની ડીગ્રી નવસારી કળષિ યુનિવર્સિટી માંથી પ્રાપ્ત કરેલ.
જેમાં કળષિ આંકડાશાષા વિષયમાં ઝળહળતી સફળતા પ્રદાન કરવા બદલ સાહિલ વિરાણીને ગુજરાત રાજ્યના રાજ્યપાલ માનનિય શ્રી આચાર્ય દેવવ્રત સાહેબજી તેમજ કળષિ યુનિવર્સિટી ના કુલપતિ ડૉ. ઝેડ.પી. પટેલ સાહેબ ના વરદ હસ્તે કળષિ યુનિવર્સિટી ના 20'માં દિક્ષાંત સમારોહમાં ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરેલ.
આવી સિદ્ધિ બદલ તેઓને ચોમેર થી અભિનંદન વર્ષા થઈ રહી છે. લોકલાડીલા આપણા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા એ તેમજ રોઘેલ પ્રા.શાળા ના સમગ્ર શિક્ષકગણે પણ સહૃદય અભિનંદન પાઠવેલ.
સાહિલ વિરાણી વર્ષ ૨૦૨૩/૦૨૪ માં એગ્રિકલચર કોલેજ ના જી. એસ. પણ રહી ચૂકયા છે. આજે પ્રાઇવેટ શાળા ના શિક્ષણ ની ઘેલછા વચ્ચે ગામની સરકારી શાળામાં થી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરી ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે ગોલ્ડ મેડલ મેળવવો એ એક સિદ્ધિ જ ગણાય તેવું તત્કાલીન શિક્ષક શ્રી કેશુભાઈ ઢોલરિયા એ જણાવેલ.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
