<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

ધોરાજીમાં ‘ઉમેદવાર બચાવો અભિયાન’ શરૂ: ફોર્મ મંજૂર થયા બાદ તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળ લઈ જવાયા

ભાજપ-કોંગ્રેસના નેતાઓ ફોર્મ પરત ખેંચવા દબાણ કરતા હોવાનો આરોપ: આર્થિક પ્રલોભનો પણ આપી હોવાનો AAP શહેર પ્રમુખનો દાવો

ધોરાજીમાં પણ ‘ઉમેદવાર બચાવો અભિયાન’ શરૂ  કરવામાં આવ્યુ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય કાવાદાવા થઇ રહ્યા છે. ધોરાજી AAPના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 28 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ફોર્મ મંજૂર થયા બાદ તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળ લઈ જવાયા. ભાજપ-કોંગ્રેસના નેતાઓ ફોર્મ પરત ખેંચવા દબાણ કરતા હોવાનો આરોપ છે. આર્થિક પ્રલોભનો પણ આપી હોવાનો AAP શહેર પ્રમુખનો દાવો છે.

(1:22 PM IST)