તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Tuesday, 4th February 2025
ખંભાળિયામાં હૃદયરોગના હુમલાએ બે યુવાનોનો ભોગ લીધો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા.૪: તાલુકાના કાઠી દેવળીયા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા હરદેવસિંહ તખુભા જાડેજા નામના ૪૦ વર્ષના યુવાનને ગત તારીખ ૩૧ જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે હૃદયરોગનો કાતિલ હુમલો આવી જતા તેમનું મળત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે ટિંબડી ગામના રહીશ જયદેવસિંહ હરદેવસિંહ જાડેજા (ઉ.વ. ૨૨) એ અહીંની પોલીસને જાણ કરી છે.
અન્ય એક બનાવમાં ખંભાળિયા તાલુકાના બારાડી બેરાજા ગામે રહેતા સામતભાઈ મારખીભાઈ કરમુર (ઉ.વ. ૫૨) ને પણ શુક્રવારે રાત્રે હાર્ટ એટેક આવી જતા તેમનું મળત્યુ નીપજ્યું હોવાની જાણ રામભાઈ સામતભાઈ કરમુરએ સ્થાનિક પોલીસને કરી છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
