<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

જેતપુર-નવાગઢ પાલિકાની ચૂંટણીમાં પફોર્મ રદઃ ૧૧ વોર્ડ માટે ૧૬૮ ઉમેદવારો મેદાનમાં

આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસઃ સાંજે ચૂંટણી ચિત્ર સ્‍પષ્‍ટ થશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૪: જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ગત રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવતા કુલ-પ ફોર્મ રદ થયેલ જેમાં આમ આદમી પાર્ટીના ૧ તથા અપક્ષના ૪ ઉમેદવારોના ફોર્મ રદ થયેલ આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. પાલિકાની ચુંટણીની જાહેરાત થતા જ ઉમેદવારોમાં અનેરા ઉત્‍સાહનો માહોલ છવાયો હતો ભાજપના ન.પા.ના પૂર્વ પ્રમુખ સુરેષભાઇ શખરેલીયાની ઉમેદવારી નોંધાવવાના અંતીમ ક્ષણ સુધી પાર્ટીની વ્‍હીપ ન આપતા માહોલ ગરમાયો હતો. ભાજપે-૧૧ વોર્ડના ૪૪ સભ્‍યોમાંથી ૪ર ઉમેદવારોનું વ્‍હીપ આપતા બે ઉમેદવારોને નારાજ કરેલ જો કે મામલો વધુ ગરમાય તે પહેલા ડેમેજ કંટ્રોલ ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયાના હાથમાં સોંપાતા મામલો થાળે પડયો હતો. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ગતરોજ ફોર્મ ચકાસણી કરવામાં આવતા કુલ ૧૭૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ જેમાં પ ઉમેદવારોના ફોર્મ રદ થતા કુલ ૧૬૮ મુરતીયાઓ ચુંટણી જંગમાં ઝંપલાવશે જેમાં ભાજપના ૪ર કોંગ્રેસના ૩૦ આપના ર૬ તથા અપક્ષ ૭૦ ઉમેદવારો તેની તાકાતના પારખા કરાવશે આજરોજ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.

જો કોઇ ઉમેદવાર ફોર્મ પરત ન ખેંચે તો ૧૬૮ ઉમેદવારોનું ભાવી આગામી તા. ૧૬ ફેબ્રુઆરીના રોજ મતદારો નકકી કરશે.

(2:22 PM IST)