News of Tuesday, 4th February 2025
ધારીના ગીગાસણ ગામે જુના મકાનની દિવાલ પડતા પ્રૌઢનું મોત

અમરેલી તા. ૪ :.. ધારી તાલુકાના ગીગાસણ ગામે રહેતા દિનેશભાઈ મનુભાઈ ડોબરીયા ઉ.વ.૪૩ જુના મકાનની દિવાલ પાડવાનું કામ કરતા. હોય.અચાનક પુરી દિવાલ તુટી પડતા શરીરે અને માથામાં ગંભીર ઈજા થતા મોત નિપજયાનું પ્રવિણભાઈ જાદવભાઈ કોટડીયાએ ધારી પોલિસ મથકમાં જાહેર કરેલ છે.
જાહેરનામાનો ભંગ
કરતા ગુનો નોંધાયો
અમરેલી નાગનાથ રોડ તરફથી બિનાકાચોક તરફ જીલ્લામેજીસ્ટ્રેટશ્રીના ઙ્કતિબંધિત ભારે વાહનોના જાહેરનામાનો ભંગ કરતા વિપુલ અરવિંદભાઈ ભારથી રહે.અમરેલી જેંસીગપરાવાળા સામે પો.કોન્સ.રાણાભાઈ પરમાર જીલ્લા ટ્રાફીક શાખા દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જાફરાબાદમાં
મહિલા ઉપર હુમલો
જાફરાબાદ રજામસ્જિદ પાસે રહેતી સમીમબેન જુમાભાઈ ભરય ઉ.વ.૪૦ ના ઘર પાસે જાવીદ સલીમભાઈ તથા સલીમે લાકડી લઈ આવી ગાળો બોલી ઢીકાપાટુંનો મુંઢમાર મારી સમીમબેનને કાનમાં બે ટાંકા આવે તેવી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની જાફરાબાદ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બે કુટુંબીઓ વચ્ચે મારામારી
લીલીયા તાલુકાના ગોઢાવદર ગામે ભરતભાઈ કરશનભાઈ નારોલા ઉ.વ.૫૪ તથા નરેશ કરશનભાઈ નારોલા હાલ સુરત તથા કેતન દેવરાજભાઈ નારોલા હાલ પુનાવાળાઓએ ભરતભાઈ પાસે આવી જમીનમાં ભાગ માંગતા કહેલ કે પહેલા જમીન ઉપર સંયુકત લેણુ છે. તે ભાગે પડતું આપી દે તો આ જમીનમાં તારો ભાગ આપી દઈએ.તેમ કહેતા નરેશને સારૂ નહી લાગતા કેતનને ફોન કરી બોલાવતા લાકડી લઈ આવી ભરતભાઈને કહેલ કે જમીનમાં જે ભાગ આવતો હોય.તે નરેશભાઈને આપી દેજો તેમ કહી આરોપીઓએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી.જયારે સામાપક્ષે નરેશભાઈ કરશનભાઈ નારોલા ઉ.વ.૪૫ તથા ભરત કરશનભાઈ નારોલા,કરશન રણછોડભાઈ નારોલા ભાઈ તથા પિતાજી થતા હોય.નરેશભાઈને કરશનભાઈ પાસે જમીન તથા મકાન પ્લોટમાં હિસ્સો માંગતા હોય.જે આરોપીઓને સારૂ નહી લાગતા ભરતેગાળો બોલી ઢીકાપાટું વડે મુંઢમાર મારી કરશનભાઈ રણછોડભાઈ નારોલાએ મુંઢમાર મારી એકબીજાએ મદદગારી કરી ધમકી આપી ગુનો કર્યાની લીલીયા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
