News of Tuesday, 4th February 2025
પોરબંદરઃ ગણતંત્ર દિને દિલ્હીમાં મણીયારો રાસ રજૂ કરનાર કલાકારોની ટીમને બિરદાવતા અર્જુનભાઇ

પોરબંદર, તા.૪: ગણતંત્ર દિવસ નિમિત્તે કર્તવ્યપથ, દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય પરેડમાં મણીયારો રાસ રજુ કરીને ગુજરાતનું ગૌરવ વધારનાર કલાકારો પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમજ રાષ્ટ્રીય સ્તરે મણીયારા રાસને નવી ઓળખ અપાવવા માટે તમામ કલાકારોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.
આ વર્ષે ગણતંત્ર દિવસ નિમિત્તે કર્તવ્યપથ, દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય પરેડમાં વિવિધ રાજ્યો અને સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોની ૩૧ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના માહિતી વિભાગ દ્વારા ગુજરાતની ઝાંખી ગુજરાતઃ આનર્તપુરથી એકતા નગર - હેરિટેજ ટુ ડેવલપમેન્ટનો અદભુત સંગમ થીમ હેઠળ રજુ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતની ઝાંખીને રજુ કરતા ટેબ્લોની સાથે ગુજરાતી સંસ્કળતિને ઉજાગર કરતા નળત્ય તરીકે મહેર સમાજના પ્રખ્યાત મહીયારા રાસની પ્રસ્તળતિ કરવામાં આવી હતી. જેમાં નિલેષભાઈ પરમારની આગેવાનીમાં મહેર રાસ મંડળ છાંયાના ભાઈઓ અને ભાવનાબેન ઓડેદરા તેમજ રીનાબેન બાપોદરાની આગેવાનીમાં ફોર-એમ રાહડા ગ્રુપની બહેનો દ્વારા મહેર સમાજની સંસ્કળતિની ઝાંખી રજુ કરવામાં આવી હતી. મણિયારા રાસની પ્રસ્તળતિ સાથેના ગુજરાતના ટેબ્લોએ ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી'માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યુ હતું. ગણતંત્ર દિવસની પરેડની પૂર્વે આપણા આ કલાકારો દિલ્હી ખાતે સાંસ્કળતિક નળત્યોની પ્રસ્તળતિ કાર્યક્રમમાં પણ મણિયારા રાસની સુંદર પ્રસ્તળતિ કરીને તળતિય સ્થાન સાથે ટ્રોફી મેળવી હતી.
ગણતંત્ર દિવસની પરેડમાં પોતાની અદ્દભૂત પ્રસ્તળતિ થકી રાષ્ટ્રીય સ્તરે મણિયારા રાસ અને આપણી સંસ્કળત્તિને ગૌરવ અપાવનાર આ તમામ કલાકારો સાથે ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મુલાકાત કરીને તેમના અનુભવો જાણ્યા હતા. તેમજ અદ્દભૂત પ્રસ્તળતિ માટે અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
