News of Tuesday, 4th February 2025
જુનાગઢ કોર્પોરેશનમાં વધુ એક બેઠક ભાજપના ફાળે : વોર્ડ નં.રમાં લીરીબેન ભીંભા બિનહરીફ

રાજકોટ, તા., ૪: જુનાગઢ કોર્પોરેશનની ચુંટણીમાં ગઇકાલે ભાજપને ૮ બેઠક બિનહરીફ મળ્યા બાદ આજે વધુ એક બેઠક બિનહરીફ મળી છે. જુનાગઢના પ્રભારી કમલેશભાઇ મીરાણીએ અકિલાને જણાવ્યું હતું કે, વોર્ડ નં. રમાં લીરીબેન કિરીટભાઇ ભીંભા બિનહરીફ વિજેતા થયા છે. કોંગ્રેસના કટારા પ્રેમીલાબેન બાબુભાઇ, આમ આદમી પાર્ટીના સીમાબેન હરેશભાઇ ધડુક, કાંતાબેન બોરીચાએ ઉમેદવારીપત્ર પાછુ ખેંચી લેતા વોર્ડ નં. ર માં ૧ બેઠક ભાજપના ફાળે ગઇ છે. આ માટે જુનાગઢ ભાજપના પ્રભારી કમલેશભાઇ મીરાણી, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા, ભાજપ પ્રદેશ પ્રમુખ પુનીતભાઇ શર્મા સહીતનાએ ઓપરેશન પાર પાડયું હતું.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
