<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

કોંગ્રેસના ૩ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા કચ્છની રાપર નગરપાલિકાની ચુંટણીનો માહોલ ગરમાયો

રાજકીય ખેંચાખેંચી વચ્ચે ઉમેદવારોને રાજ્ય બહાર સલામત સ્થળે ખસેડાયા હોવાની ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ :રાપર નગરપાલિકા ની ચુંટણી માટે આજે ફોર્મ ખેંચવાના છેલ્લા દોઢ કલાકમાં બાકી છે ત્યારે કોંગ્રેસ ના ઉમેદવાર વોર્ડ નંબર ચાર ના ઉમેદવાર યશકુમાર ભાનુશંકર રાજગોર અને જાગૃતિ બેન વિનોદભાઈ માલી અને વોર્ડ નંબર સાત ના હિતેશ ભાઇ દેશરભાઇ સંઘાર એ પોતાની ઉમેદવારી ચુંટણી અધિકારી અને અંજાર પ્રાંત અધિકારી સુરેશભાઇ ચૌધરી તથા મામલતદાર એચ.બી.વાઘેલા સમક્ષ પરત ખેંચી લીધી હતી એટલે ભાજપ ને વોર્ડ નંબર ચાર મા બે અને વોર્ડ નંબર સાત મા એક બેઠક મળી કુલ ત્રણ બેઠકો બપોરે દોઢ વાગ્યા સુધી બિનહરીફ મળી ગઈ છે મળતી વિગતો મુજબ કોગ્રેસ ના અન્ય ઉમેદવારો ને રાજય બહાર લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે હજુ ફોર્મ પરત ખેંચી લેવા ના સમય બપોરે ત્રણ વાગ્યા સુધી હજુ બે બેઠકો પર ના કોગ્રેસ ના ઉમેદવારો નો સંપર્ક કરી પરત ખેંચવાની બેઠક નો દોર ચાલી રહ્યો છે જો અંતિમ સમય દરમિયાન આ ફોર્મ ખેંચવાના મા આવશે કે કેમ તે અંગે ની ચર્ચા થઈ રહી છે અત્યારે તો ભાજપ ને અઠાવીસ બેઠકો માંથી ત્રણ બેઠક બિનહરીફ મળી ગઈ છે.

(2:51 PM IST)