News of Tuesday, 4th February 2025
હાઇકોર્ટે મનાઈ હુકમ કાઢી નાખતા બેટમાં ડિમોલેશન કાર્યવાહીના મંડાણ : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની સૂચનાથી 700 થી 800 પોલીસ તથા ડેપ્યુટી કલેક્ટર દ્વારકા તથા પોલીસ અધિકારીઓ સાથે આજે ડિમોલેશનની કામગીરી કરવા બેટમાં તંત્ર પહોંચી ગયું
બેટ દ્વારકામાં ગૌચરની જમીન પર મદ્રેસા બનાવાયા હોય તે તોડી પાડવા નોટીસ અપાતા વકફબોર્ડ તથા ભડેલા સમાજ દ્વારા હાઇકોર્ટમાં આ અંગે મનાઇ હુકમ મેળવવામાં આવ્યો હતો જોકે આ અરજી આજે ફગાવી દેવામાં આવી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૪ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં બેટ અને દ્વારકા વિસ્તારમાં 75 કરોડથી વધુ કિંમતના દબાણો દૂર કરવામાં આવેલા હતા જેમાં બેટ દ્વારકામાં ગૌચરની જમીન પર મદ્રેસા બનાવાયા હોય તે તોડી પાડવા માટે નોટીસ અપાતા વકફબોર્ડ તથા ભડેલા સમાજ દ્વારા હાઇકોર્ટમાં આ અંગે મનાઇ હુકમ મેળવવામાં આવ્યો હતો જેની બે સુનાવણી થતા આજે છેલ્લી સુનાવણીમાં હાઇકોર્ટ દ્વારા આ મનાઈ હુકમ કાઢી નાખવામાં આવતા તથા ડિમોલેશન સામે મનાઈ હૂકમ ના આપવામાં આવતા આ જમીન ઉપર દબાણ હટાવવાનો માર્ગ ક્લિયર થઈ જતા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની સૂચનાથી 700 થી 800 પોલીસ તથા ડેપ્યુટી કલેક્ટર દ્વારકા તથા પોલીસ અધિકારીઓ સાથે આજે ડિમોલેશનની કામગીરી કરવા બેટમાં તંત્ર પહોંચી ગયું છે.
અને થોડા સમયમાં તંત્ર ડિમોલેશનની કામગીરી શરૂ કરશે જુદા જુદા નવ સ્થળે મોટા બાંધકામમાં જે જમીન પર કબ્રસ્તાનની મંજૂરી હતી તેના પર મદ્રેસા તથા અન્ય બાંધકામો થયા છે જેનુ ડિમોલેશન કરવામાં આવશે હાઇકોર્ટમાં આ ચુકાદા પછી તેની સામે વકફ બોર્ડ કે ભડેલા સમાજ સુપ્રીમ કોર્ટમાં જાય તે પહેલા જ આ જમીન દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
