<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

૨૦૦ બુલેટ બાઇક રાઈડર્સ કહે છે કચ્છનું રોડ ટુ હેવન લદ્દાખને ટક્કર મારે તેવું

રાષ્ટ્રીય અને આતરરાષ્ટ્રીય બાઇકર્ રાઈડર્સની કચ્છમાં સાહસ યાત્રા : રણ, દરિયો અને ડુંગર એમ ત્રણેય ભૌગોલિક ભૂસંપદા ધરાવતા કચ્છમાં સફરને આ બાઇક રાઇડર્સે અવિસ્મરણીય ગણાવી : નેપાળ, ભૂતાન અને દેશભરના ૨૦૦ બાઇકર્ રાઈડર્સ કચ્છમાં ૪૫૦ કીમી જેટલી સાહસિક યાત્રા કરી અને કચ્છના વિવિધતા ધરાવતા લેન્ડસ્કેપની સફર સાથે સંસ્કૃતિ નિહાળી અભિભૂત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪

 નેપાળ, ભૂતાન અને દેશભરના ૨૦૦ બાઇકર્ રાઈડર્સ કચ્છમાં ૪૫૦ કીમી જેટલી સાહસિક યાત્રા કરી અને કચ્છના વિવિધતા ધરાવતા લેન્ડસ્કેપની સફર સાથે સંસ્કૃતિ નિહાળી અભિભૂત થયા હતા. રણ, દરિયો અને ડુંગર એમ ત્રણેય ભૌગોલિક ભૂસંપદા ધરાવતા કચ્છમાં રોડ ટુ હેવનની તેમની સફરને આ બાઇક રાઇડર્સે અવિસ્મરણીય ગણાવી હતી. લદ્દાખને ટક્કર મારે એવા ચોતરફ ફેલાયેલ શ્વેત રણની ચાદર ધરાવતા રોડ ટુ હેવનની વચ્ચે ૨૦૦ બાઈક ની એક સાથે નીકળેલી સફરને નિહાળી ગૃહમંત્રી હર્ષ સંઘવી પ્રભાવિત થયા હતા અને નેશનલ ઇન્ટરનેશનલ બાઈક રાઇડર્સ ગ્રુપને અહીં બાઇક રાઇડિંગના આયોજન માટે આવકારી ગુજરાત પ્રવાસન નિગમનો સંપર્ક કરવા જણાવ્યું હતું. કચ્છ આવનારા આ રાઇડિંગ ગ્રુપ BOBMC બ્રધર હુડ ઓફ બુલેટીયર્સ મોટરસાઇકલ કન્સોર્ટિયમ તરીકે જાણીતું છે અને બુલેટ બાઇક ઉપર દેશ વિદેશમાં સાહસપૂર્ણ બાઈક રાઇડિંગ કરે છે. કચ્છમાં સફેદ રણ, કાળો ડુંગર, રોડ ટુ હેવન, નિરોણા ગામની હસ્તકલા, ધોળાવીરા, માંડવી બીચ, નારાયણ સરોવર કોટેશ્વર, કાળિયા ધ્રો સહિતના સ્થળોનો એમણે પ્રવાસ ખેડ્યો હતો.

(3:44 PM IST)