<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

જોડિયા -૩ તાલુકા પંચાયતની પેટાચુંટણીમા કોંગ્રેસની પરંપરાગત સીટ પરથી ભાજપના ઉમેદવાર અકબર પટેલ આ સીટ પરથી બિનહરીફ વિજેતા

(સંજય ડાંગરદ્વારા) ધ્રોલ તા.૪ :જોડિયા -૩ તાલુકા પંચાયત ની પેટાચુંટણીમા આ સીટ વર્ષોથી પરંપરાગત રીતે કોંગ્રેસ હતી.જે સીટમા કેબીનેટમંત્રી રાઘવજીભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ અને જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા,જીલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ અને હાલની જોડિયા જીલ્લા પંચાયત સીટના સદસ્ય ધરમશીભાઈ ચનીયારા, તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઇ પરમાર, જોડિયા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન વલ્લભભાઈ ગોઠી,રસીક્ભાઈ ભંડેરી,મૌલિક ગોધાણી અને તમામ ભાજપના સનિષ્ઠ કાર્યકર્તાઓ ની મદદથી બિન વિવાદે વિકાસ થાય એ માટે કોંગ્રેસ ની પરંપરાગત સીટ પરથી આજરોજ ભાજપના ઉમેદવાર અકબર પટેલ આ સીટ પરથી બિનહરીફ વિજેતા જાહેર કરાવેલ છે.

(3:55 PM IST)