<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

કુંભમેળામાં બ્‍લાસ્‍ટ કરવાની ધમકીનું પગેરૂ ગાંધીધામમાં નીકળ્‍યું

ઉઘરાણી વસૂલવા બીજાના સીમ કાર્ડ ઉપરથી તેને ફસાવવા આપી હતી ધમકીઃ અરુણ જોષીની ધરપકડઃ મૂળ મધ્‍યપ્રદેશનો ૩૨ વર્ષીય આરોપી શાકભાજી અને કરિયાણાનો નાનકડો વ્‍યવસાય કરે છે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૫: અમદાવાદ આરપીએફ (રેલવે પોલીસ)ના સરકારી મોબાઈલમાં ૧ ફેબ્રુ.ના મળેલ મેસેજમાં પ્રયાગરાજમાં ચાલતા કુંભમેળામાં, અમદાવાદના રેલવે સ્‍ટેશન અને એરપોર્ટમાં બ્‍લાસ્‍ટ કરવાની ધમકી અપાઈ હતી.આ અંગે ગુનો નોંધી ગુજરાત રેલવેના ઇન્‍ચાર્જ  મહાનિર્દેશક પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળની ટીમે ટેકનિકલ, હ્યુમન રિસોર્સ દ્વારા તપાસ કરી કચ્‍છના ગાંધીધામના અરુણ દિનેશચંદ્ર જોષીની ધરપકડ કરી છે. મૂળ મધ્‍યપ્રદેશનો વતની ૩૨ વર્ષીય આરોપી અરુણ ગાંધીધામમાં શાકભાજી અને કરિયાણાનો નાનકડો વ્‍યવસાય કરે છે. આરોપીએ આવો મેસેજ શા માટે કર્યો? પ્રાથમિક તપાસ અને પૂછપરછ વચ્‍ચે આરોપીએ જે સીમમાંથી મેસેજ કર્યો હતો એ સીમ કાર્ડ બીજાનું હતું. પોતે એ સીમ કાર્ડ ધારક પાસે રૂપિયા માંગતો હોઈ એ ઉઘરાણીના રૂપિયા આપતો ન હોઈ એને ફસાવવા માટે આ કળત્‍ય કર્યું હોવાનું જણાવ્‍યું છે. જોકે, પોલીસ આ કેસની ગંભીરતા સાથે ઊંડી સઘન તપાસ કરી રહી છે.

(10:57 AM IST)