News of Wednesday, 5th February 2025
કચ્છના દયાપર ગામે ૯ માં ધોરણમાં ભણતા વિદ્યાર્થી સાથે વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ગુમસુમ રહેતા ૧૪ વર્ષના પુત્રને કારણ પૂછયું તો થયો ચોંકાવનારો ખુલાસો, સહપાઠીના પરિચિતે વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરી બળજબરી આચરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ : જમાનો ભણતર અને આધુનિક ટેકનોલોજી સાથે વધુ સમજદાર બન્યો છે કે પછી હીન કૃત્યો આચરી પશુતા તરફ વળ્યો છે? વર્તમાન સમયમાં નાની બાળકીઓ સાથે બનતા દુષ્કર્મના બનાવો, સોશિયલ મીડિયાની મૈત્રી બાદ અજાણ્યાઓ સાથે તરત જ બંધાતા શારીરિક સંબંધો, પતિ પત્નીના સાંસારિક જીવનમાં આડા સબંધો, સામાજિક લાજ શરમને નેવે મૂકી કૌટુંબિક સંબંધો ભૂલી બનતા પ્રેમ પ્રકરણો અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય સાથેના સંબંધો આવા સબંધો પોલીસ ફરિયાદ રૂપે પોલીસ ચોપડે ચડી રહ્યા છે. કચ્છના લખપત તા.ના દયાપર ગામે બનેલ એક આવો જ બનાવ ચોકાવી મૂકે તેવો છે. ૧૪ વર્ષના ગુમસુમ રહેતા પુત્રને નીહાળી પરિવારે જ્યારે કારણ પૂછ્યું તો સૌ ચોંકી ગયા અને મામલો પોલીસ દફતરે પહોંચ્યો. હાઈસ્કૂલમાં ૯ માં ધોરણમાં ભણતા આ વિધાર્થીના સહપાઠીએ પોતાના એક સહપાઠી સાથે પરિચય કરાવ્યો હતો. આ પરિચિત વ્યક્તિએ આ વિદ્યાર્થીને પોતાની કારમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેનો વીડિયો ઉતારી લીધો. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનું શરૂ કર્યું. ૧૪ વર્ષના સગીર બાળકની માનસિક હાલત અસ્વસ્થ થઈ તે ગુમસુમ રહેવા લાગ્યો પરિવારે કારણ પૂછ્યું અને ચોંકાવનારો ખુલાસો થયો. પોલીસે હવે આ મામલે આગળની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હોવાનું દયાપરના પીઆઈ વી.વી. ભોલાએ જણાવ્યું હતું.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
