<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

શીયા ઈમામી ઈસ્‍માઈલી ખોજા કોમના ધર્મ ગુરૂ પદ્મ વિભુષણ આગાખાન વફાત પામ્‍યા

લાખો અનુયાયીઓમાં ઘેરો શોકઃ ૮૮ વર્ષની ઉંમરે લિસ્‍બન (પોર્ટુગલ) ખાતે પરિવારની ઉપસ્‍થિતિમાં આંખમીચી

રાજકોટ, તા. પઃ શીયા ઈમામી ઈસ્‍માઈલી ખોજા કોમના ધર્મગુરૂને  ભારત સરકાર દ્વારા ૨૦૧૫માં પદ્મ વિભુષણ એવોર્ડ એનાયત થયેલ તે નામદાર આગાખાન સાહેબ તારીખ ૪-૨-૨૦૨૫  ને  મંગળવારના ગઇકાલે ૮૮ વર્ષની ઉંમરે લિસ્‍બન (પોર્ટુગલ) ખાતે પરિવારની ઉપસ્‍થિતિમાં વફાત પામ્‍યા છે.

દુનિયાભરના શીયા ઈમામી ઈસ્‍માઈલી ખોજા કોમના તેમના અનુયાયીઓ અત્‍યંત દુઃખની અને ઉંડા શોકની લાગણી અનુભવી રહ્યાનું રહીમ આર. વસાયા (મહુવા) એ એક અખબારી યાદીમાં જણાવાયું છે.(૬.૬)

(10:56 AM IST)