<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

ભાવનગરમાં ફરસાણની દુકાનમાં આગ

મીઠાઈ અને ફરસાણનો કાચો અને તૈયાર માલ, ફર્નિચર બળીને ખાક

ભાવનગર, તા.૫: બોરતળાવના નાંકા પાસે બાલાશ્રમ શોપિંગ સેન્‍ટર સામેના ભાગે આવેલ વિજયભાઈ અશોકભાઈ રાહેજાની માલિકીની અશોકા સ્‍વીટ એન્‍ડ નમકીન ફરસાણ નામની દુકાનમાં આજે વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગી હતી. આગની આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડ કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો હતો અને બે ગાડી પાણીનો છંટકાવ ક્રરી આગ બુઝાવી હતી.

આગની આ ઘટનામાં દુકાનમાં રાખેલ મીઠાઈ અને ફરસાણ બનાવવાની સામગ્રી, તૈયાર માલ, ફર્નિચર સહિતનો સામાન સળગી ગયો હતો. ફાયર બ્રિગેડ કાફલાએ દુકાનમાં રાખેલ ૨ કોમર્શિયલ ગેસના બાટલા અને તેલના ૭ ડબ્‍બા બહાર કાઢી લઈ આગને વધુ ફેલાતી અટકાવી હતી.

(10:58 AM IST)