News of Wednesday, 5th February 2025
બાંટવા પાલિકામાં ર૪ સીટોમાંથી ૧૩ સીટો બીનહરિફ
૧૯૯પ થી ર૦રપ સુધી શાસન એકહથ્થુ ભાજપ પાસે હતું : ૧૧ સીટોમાં ચૂંટણી થશેઃ માણાવદરમાં એકપણ બીનહરિફ ના થઇ

(ગિરીશ પટેલ દ્વારા) માણાવદર તા. પ :.. બાંટવા પાલિકામાં ૬ વોર્ડ અને ર૪ સભ્યોના ચૂંટણી માટે ફોર્મ ભરાયા હતાં. જેમાં વોર્ડ ૧ માં ૪ સીટો, વોર્ડ ર માં ૩ સીટ, વોર્ડ નં. ૬ માં સીટોમાં ચૂંટણી યોજાશે. જેમાં વોર્ડ ૩, ૪, પ, ત્રણેયમાં અને બધા બીનહરિફ થતાં ૧ર સભ્યો થયા વોર્ડ નં. ર માં સીટ બીનહરીફ થતાં ટોટલ ૧૩ સીટો બીજેપીનો વાવટો ફરકર્યો છે. બાંટવા પાલિકામાં વોર્ડ નં. ૧, ર, ૬ માં બાકી રહેલ ૧૧ સીટો માટે ચૂંટણી થશે. બાંટવા પાલિકામાં માત્ર કોંગ્રેસ - ભાજપ વચ્ચે બાકી રહેલા સભ્યોની ચૂંટણી થશે.
ભાજપને બીનહરીફ કરવા એમએલએ અરવિંદભાઇ લાડાણી, સહિત તમામ ભાજપ આગેવાનો વધુમાં વધુ બીનહરીફ કરાવવા અને સત્તા કબ્જે કરવા જહેમત ઉઠાવી રહ્યા છે. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૯પ થી ર૦રપ સુધી એકધારી ૩૦ વર્ષ ભાજપનું શાસન છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
