<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

બેટ દ્વારકાના બાલાપર વિસ્‍તારમાં બીજે દિ' દબાણ હટાવ કામગીરી

હાઇકોર્ટે મનાઇ હુકમ હટાવી લેતા જીલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે, પ્રાંત અધિકારી અમોલ આવટેની આગેવાનીમાં ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે ઝૂંબેશ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. પઃ બેટ દ્વારકામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ બાંધકામ સામે બે વખત નોટિસ આપ્‍યા બાદ દબાણ હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં પક્ષકારોએ હાઈકોર્ટમાં અપીલ કરતા હાઈકોર્ટ દ્વારા સ્‍ટે આપવામાં આવ્‍યો હતો. જ્‍યારે  હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપતા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે, પ્રાંત અધિકારી  એ.એસ.આવટે દ્વારા બાલાપર વિસ્‍તારમાં ગૌચર જમીન પર ધાર્મિક દબાણને હટાવ કામગીરી આગળ વધારવામાં આવી હતી. નોંધનીય છે કે, દેશની પヘુિમી સરહદ પર આવેલ દેવભૂમિ દ્વારકાના સંવેદનશીલ વિસ્‍તારમાં સુરક્ષાને સુદ્રઢ કરવા માટે દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેએ જણાવેલ કે પોલીસ એલ. આર. પી. જી.આર.ડી.ના ૮૦૦થી વધુ વ્‍યકિતના કાફલા સાથે ગૌચરનીફ જમીન પર બાલાપર પાસે બેટમાં થયેલ ડિમોલીશન કે જેમાં હાઇકોર્ટનો મનાઇ હુકમ ઉઠી ગયો તે તોડવા ચુસ્‍ત બંદોબસ્‍ત હેઠળ કાર્યવાહી થઇ હતી.

નવેક સ્‍થળે બાંધકામો છે જેમાં કબ્રસ્‍તાનમાં અપાયેલ જમીન યા દરગાહ, મદેશા બનાવાયા હતા જે તોડી પાડવા કાર્યવાહી કરીને અડધા દબાણો દુર કરાયા હતા જે આજે વહેલી સવારથી ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત તથા રેવન્‍યુ સ્‍ટાફ અધિકારીઓ ઓખા ચીફ ઓફિસર શ્રી શુકલા તથા મામલતદાર અને સ્‍ટાફ સાથે આજે ફરી ડેમોલીશન શરૂ થયું છે જે સાંજે પૂર્ણ થશે.

પોણા બે કરોડની જગ્‍યા પર કબજો કરાયો હતો જેમાં ૬પ૦૦ ચોરસ મીટર જેટલી જગ્‍યા પર દબાણ થયું હતું જેમાંથી ગઇકાલે ત્રણેક હજાર મીટર ખુલ્લી થઇ હતી આજે વધુ ખુલ્લી કરવા ઓપરેશન શરૂ થયું છે.

બાલાપર ગામે ડિમોલીશનના બીજા રાઉન્‍ડે સમગ્ર દ્વારકા જિલ્લો તથા ગુજરાતભરમાં ભારે ચર્ચા જગાવી છે તથા આ વખતે પોલીસ જી.આર.ડી. એસ. આર. ડી. સાથે એસ.આર.પી. હથિયારધારી પણ ડીમોલેશનમાં જોડાયા છે. (૭.ર૧)

 

(11:07 AM IST)