<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

ગોંડલના શેમળા પાસે મજૂરના મોત મામલે ૪ શખ્‍સો સામે ગુન્‍હો નોંધાયો

બેદરકારીના કારણે લોખંડના દરવાજા અને દિવાલ વચ્‍ચે માથુ દબાઇ જતા મજૂર શેષરામ યાદવનું મોત થયુ'તુ

રાજકોટ તા. પ :.. ગોંડલના શેમળા પાસે કારખાનામાં સેન્‍સરવાળો દરવાજો અચાનક ખુલી જતા મજૂરના મોત મામલે ૪ શખ્‍સો સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.પ્રાપ્‍ય વિગતો મુજબ રાઘવરામ માતાપ્રસતાદ યાદવ રે. મુળ યુપીએ આરોપી શિવશંકરકુમારસિંઘ, દિપકકુમાર ચૌધરી, મુકેશકુમાર કુછવાહા તથા અશોક કારભારી રે. શેમળા ગામ માધવ ટેકનસીન કંપનીની કોલોની તા. ગોંડલ સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીના ભાઇ શેષરામ યાદવ ઉકત કંપનીમાં સેન્‍સરવાળો દરવાજો રીપેર કરતો હતો ત્‍યારે ઉકત આરોપીઓએ કોઇપણ પ્રકારની દેખરેખ ધ્‍યાન રાખ્‍યા વગર પોતાના કામ પ્રત્‍યે બેદરકારી રાખી સેન્‍સરવાળા દરવાજાની ઇલેકટ્રોનીક મોટર ચાલુ કરાવતા લોખંડનો દરવાજા તથા દિવાલ વચ્‍ચે દબાઇ જતા મોત થયું હતું.

આ ફરીયાદ અન્‍વયે ગોંડલ તાલુકા પોલીસે ઉકતચારેય સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:41 AM IST)