<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

ગોંડલ પોલીસે ગૂમ થયેલા બે બાળકોને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્‍યુ

પ્રકાશ (ઉ.વ.૮) અને તેની બહેન હેતલ (ઉ.વ.૧૧) ને અભ્‍યાસ કરવો ગમતો ન હોય શાળાએથી રેલ્‍વે સ્‍ટેશને નીકળી ગયો'તા

રાજકોટ તા. પ :.. ગોંડલ બી ડીવીઝન પોલીસે ગૂમ થયેલા બે બાળકોને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્‍યું હતું. બન્ને બાળકોને અભ્‍યાસ કરવા ગમતો ન હોય સ્‍કુલેથી નીકળી ગયા હતાં. જીલ્લા પોલીસ અધિક્ષક હિમરસિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલા ગોંડલના માર્ગદર્શન હેઠળ પો. સ્‍ટે. વિસ્‍તારમાં ગૂમ થયેલ બાળકોને શોધી કાઢવા બાબતે સુચના થઇ આવેલ હોય જે અનુસંધાને ગોંડલ સીટી બી ડીવીઝન પો. સ્‍ટે.ના પ્‍લોટ શાળા નં. ૧પ ખાતેથી બાળક પ્રકાશ સન-ઓફ રણજીતભાઇ મનજીભાઇ શીંગળા (ઉ.૮) વાળો જે ધોરણ ૩ માં અભ્‍યાસ કરતો હોય તથા બાળકી હેતલ ડો-ઓફ રણજીતભાઇ મનજીભાઇ શીંગળા (ઉ.૧૧) વાળી જે ધોરણ ૬ માં અભ્‍યાસ કરતી હોય જે બન્ને બાળકો શાળામાં અભ્‍યાસ કરવો ગમતો ના હોય જેથી શાળાએથી નીકળી ગયેલ હોય તેવી હકિકત તેની વાલી દ્વારા પોલીસ સ્‍ટેશનમાં જાણ કરતા પોલીસ તથા સી-ટીમ ડી સ્‍ટાફના માણસો દ્વારા બાળકોની શોધખોળ કરી ગોંડલ રેલ્‍વે સ્‍ટેશન ખાતેથી મેળવી તેના વાલી વારસને સોંપી આપતા પોલીસ સ્‍ટેશનમાં ભાવવિભોર દ્રશ્‍યો સર્જાયેલ હતાં. આ કાર્યવાહીમાં બી ડીવીઝનના પી. આઇ. ટીમ જે. પી. ગોસાઇ, વી. એન. જાડેજા પો. સબ. ઇન્‍સ. એ. એસ. આઇ. રાજેશભાઇ તાવીયા, એ. એસ. આઇ. રમેશભાઇ તેજાભાઇ, પો. હેડ કોન્‍સ. મદનસિંહ જેઠુસિંહ, શકિતસિંહ મનુભા પો. કો. સુરેશભાઇ સાંગાભાઇ, ઓમદેવસિંહ વનરાજસિંહ તથા સુરપાલસિંહ જયદેવસિંહ સહિતના જોડાયા હતાં.

(2:22 PM IST)