News of Wednesday, 5th February 2025
કોડીનાર પાલિકા ચૂંટણીમાં ભાજપની ૪ બેઠક બિન હરીફઃ આપના વધુ ૫ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
નગરપાલિકા માટે હવે ૭ વોર્ડ ની ૨૪ બેઠકો માટે ૪૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશેઃ આપના ફકત ૨ જ ઉમેદવારો રહેતા ભાજપ-કોંગ્રેસ વચ્ચે દ્વિપાંખીઓ જંગ જામશે

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા. ૦૫: કોડીનાર પાલિકા ચૂંટણી માં ગઈકાલે ફોર્મ ચકાસણી માં ૧૨ ઉમેદવારો એ ઉમેદવારી પરત ખેંચતા અને ૪ ઉમેદવારોના ફોર્મ રદ થયા બાદ આજે વધુ આપ પાર્ટી ના ૫ ઉમેદવારો એ ઉમેદવારી પરત ખેંચતા ભાજપ ના ૪ સભ્યો બિન હરીફ જાહેર થતાં હવે ૭ વોર્ડ ની ૨૪ બેઠકો માટે ૪૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.
ે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે આમ આદમી પાર્ટી ના વોર્ડ નં.૨ માંથી નાગલબેન નાથાભાઇ ચુડાસમા,ભાવસિંગ ભાઈ નાથાભાઈ ચુડાસમા, વોર્ડ નં.૫ માંથી રવિભાઈ લખમણભાઈ કામલીયા, પ્રીતમભાઈ અશોકભાઈ સોલંકી,અને વોર્ડ નં.૬ માં થી બાલુભાઈ રામભાઇ કામલીયા એ પોતાની ઉમેદવારી પરત ખેંચતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં ભાજપ માંથી વોર્ડ નં.૩ માંથી ખાતુન એહસાનભાઈ નકવી અને સબાનાબેન રફિકભાઈ કચ્છી અને વોર્ડ નં.૭ માં રૂપાબેન જગદીશભાઈ મેર અને નીમુબેન પ્રતાપભાઈ બારડ બિન હરીફ જાહેર થયા હતા.કોડીનાર નગરપાલિકા માં ૭ વોર્ડ ની ૨૪ બેઠકો માટે ભાજપ ના ૨૪ કોંગ્રેસ ના ૧૮ અને આમ આદમી પાર્ટી ના ૨ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.આપ પાર્ટી ના ૧૨ માંથી ૧૦ ઉમેદવારો એ ઉમેદવારી પરત ખેંચતા હવે મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ થશે.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
