News of Wednesday, 5th February 2025
લીંબડીના ભોયકા ગામે ૭૭ વર્ષના વૃધ્ધા ઉપર બળાત્કાર
આરોપી નળીયા તોડીને મકાનમાં ઘૂસેલઃ વૃધ્ધા પાસે પહેલા પૈસા માંગેલઃ હાલત ગંભીરઃ ભારે ચકચાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. પ :.. ે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોંયકા ગામે ૭૭ વર્ષના વળદ્ધ ઉપર વળદ્ધા ઉપર બળાત્કારની ઘટના બની છે. દસ દિવસ પહેલા જ વળદ્ધા પોતાની દીકરી જામનગર રહેતી હતી ત્યાંથી પોતાના વતન ભોંયકા ગામે ઘરે આવ્યા હતા.૭૭ વર્ષના વળદ્ધા સાથે બળાત્કારની ઘટનાને લઈ ચકચાર મચી છે. મકાનના નાળિયા તોડી એક નરાધમ ઘરમાં ઘૂસ્યો હતો. જે બાદમાં આ હેવાને ૭૭ વર્ષના વળદ્ધા સુતા હતા ત્યારે તેમની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને પોતાની હવસનો શિકાર બનાવ્યા હતા. હાલ વળદ્ધાને મેડીકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે.
પહેલા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અજાણ્યા યુવક દ્વારા આ પ્રકારનું કળત્ય આચાર્ય બાદ ઘરમાં જ વળદ્ધા ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે હાલમાં વળદ્ધાને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે ઘટનાના પગલે ડીવાયએસપી સહિતનો સ્ટાફ કામે લાગ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હવે મહિલાઓ બાદ વળદ્ધાઓ પણ સુરક્ષિત ન હોવાનો ઘાટ સર્જાયો છે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે પરંતુ અજાણ્યા ઈસમ દ્વારા ઘરના નળિયા ખોલી અને ઘરમાં સુતેલા આ વળદ્ધા ઉપર દુષ્કર્મ ગુજારતા પરિવારમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે જામનગર થી તેમની દીકરી સહિતનો પરિવાર સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલે પહોંચ્યો છે અને ન્યાય અંગેની માંગણી કરવામાં આવી છે વળદ્ધાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે અને તેમના મેડિકલ ટેસ્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે.હાલ આ નરાધમ ફરાર બની ગયો છે સમાજમાં પણ આ પ્રકારની ઘટનાઓ બનતા તર્ક-વિરર્ક સર્જાયા છે.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
